Connect Gujarat
ગુજરાત

વડોદરા : વિશ્વામિત્રી અને કુડાલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ત્રણ ટ્રીપ દોડાવાશે

વડોદરા જંકશનના વિશ્વામિત્રી અને કુડાલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની 3 ટ્રીપ વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે.

વડોદરા : વિશ્વામિત્રી અને કુડાલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ત્રણ ટ્રીપ દોડાવાશે
X

વડોદરા જંકશનના વિશ્વામિત્રી અને કુડાલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની 3 ટ્રીપ વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટીકીટ ધરાવતાં મુસાફરોને જ મુસાફરી કરવા દેવામાં આવશે.

ભારતીય રેલવેની ટ્રેન નંબર 09150 વિશ્વામિત્રી - કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 06,13 અને 20 સપ્ટેમ્બરના રોજ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સવારે 10:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05:00 વાગ્યે કુડાલ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09149 કુડાલ - વિશ્વામિત્રી સ્પેશિયલ તારીખ 07,14 અને 21 સપ્ટેમ્બરના રોજ કુડાલથી સવારે 07:00 વાગ્યે ઉપડશે અને રાત્રે 01:00 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આ ટ્રેન ભરૂચ, ઉધના, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલૂન, સંગમેશ્વર રોડ, રત્નાગિરી રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કનકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટિંગના રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર 09150 નું બુકિંગ 11 ઓગસ્ટથી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

Next Story