Connect Gujarat
ગુજરાત

વલસાડ : "હર ઘર દસ્‍તક" અભિયાન અંતર્ગત ઘરે બેઠા મળશે કોરોના વેક્સિન, હેલ્‍પ લાઇન નંબર ઉપર કરો કોલ...

વલસાડ : હર ઘર દસ્‍તક અભિયાન અંતર્ગત ઘરે બેઠા મળશે કોરોના વેક્સિન, હેલ્‍પ લાઇન નંબર ઉપર કરો કોલ...
X

વલસાડ જિલ્લા પંચાયત વલસાડ દ્વારા કોવીડ-૧૯ વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ વેક્સિનેશનની કામગીરીને ૧૦૦ ટકા પહોંચી વળવા આરોગ્‍ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા એક નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્‍યો છે. હાલ જિલ્લામાં નિયત કરેલ કોરોના વેક્‍સીન સેન્‍ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે. પરંતુ હજુ એવા પણ લોકો છે જે લોકો વેકસીન સેન્‍ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે આરોગ્‍ય શાખા, જિ.પં.વલસાડ દ્વારા ઘર બેઠા કોરોના વેકસીનનો લાભ લઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

વલસાડ જીલ્લાના દિવ્‍યાંગ, વૃધ્‍ધો, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે ૦૨૬૩૨-૨૫૩૩૮૧ હેલ્‍પ લાઇન નંબર પર ફોન કરવાથી પાત્રતા ધરાવતા લાભાર્થીને ઘરે જઈને કોરોના વેક્‍સીન આપવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કોવિશિલ્‍ડ/કોવેક્‍સીન રસીનો પ્રથમ ડોઝ લેવાનો થતો હોય અથવા પ્રથમ ડોઝ લીધાના ૮૪ (કોવીશીલ્‍ડ)/૨૮ (કોવેકસીન) દિવસ પછી બીજો ડોઝ લેવાનો થતો હોય તેઓએ હેલ્‍પલાઇન પર ફોન કરવાનો રહેશે. લાભાર્થીઓએ હેલ્‍પ લાઇન નંબર પર ફોન કરી વેક્‍સીન લેનારની વિગત નોધાવવાની રહેશે. હેલ્‍પ લાઇન કંટ્રોલ રૂમમાંથી જે તે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રના વિસ્‍તારમાં આવતા લાભાર્થીઓને જે તે આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા વેકસીનની સેવા લાભાર્થીને વેકસીનની ગાઇડ લાઇનને અનુસરીને હેલ્‍પ લાઇનમાં મળેલ માહિતી બાદ ૨૪ થી ૪૮ કલાકમાં ઘરે પુરી પાડવામાં આવશે.

Next Story