Connect Gujarat
ગુજરાત

વલસાડ : પાણી પુરવઠા રાજ્યમંત્રીના હસ્‍તે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયા

વલસાડ : પાણી પુરવઠા રાજ્યમંત્રીના હસ્‍તે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયા
X

વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૫૫૨ લાખના ખર્ચે વિવિધ ૧૨ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરીના વરદ હસ્‍તે કરવામાં આવ્યા હતા.

ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકામોમાં રૂ. ૨૦૦ લાખના ખર્ચે નિર્માણ થનારા પારનેરા પારડી ને.હા.નં. ૮ સુધી સુગર ફેક્‍ટરી, વાડી ફળિયા અને વાંકી ફળિયા જોઇનિંગ વલસાડ ધરમપુર રોડ, રૂ. ૧૦૨ લાખના ખર્ચે વલસાડ પારનેરા પારડી રેલવે ફાટકથી બારચાલી ખોખરા ફળિયા અને સુગર ફેકટરી સુધી, રૂ.૩૫ લાખના ખર્ચે પારનેરા પારડી ચકનોરી ફળિયા રોડ, પારનેરા પારડી નલ સે જલ યોજના કાર્યક્રમ હેઠળ પાઇપ લાઇનના કામો, રૂ. ૬૪ લાખના ખર્ચે મગોદ મુખ્‍ય રસ્‍તાથી હળપતિવાસ જોઇનીંગ સીવીલ રોડ, રૂ. ૫૧૦ લાખના ખર્ચે મગોદ ડુંગરી મોટી છાપરી દરિયાકાંઠા જોઇનિંગ નારિયા છેડા રોડ, રૂ. ૩૬ લાખના ખર્ચે મગોદ ડુંગરી ગામે પાણીની ટાંકી, રૂ. ૪૧૯ લાખના ખર્ચે દિવેદ, હરિયા જૂથ યોજનામાં સમાવિષ્‍ટ ૧૧ ગામોમાં પૂરતા સ્‍ટોરેજ, ઊંચી ટાંકી તથા પાઇપલાઇનના નલ સે જલ યોજના હેઠળના કામો, રૂ. ૪૫ લાખના ખર્ચે દિવેદ આહીરવાસ રોડ, રૂ. ૨૭ લાખના ખર્ચે ભગોદ પાંડુરંગ શાસ્ત્રી ઉપવન રોડ, રૂ. ૩૦ લાખના ખર્ચે નનકવાડા વિલેજ તથા ફળિયા રોડના કામોનો થાય છે.

આ અવસરે રાજયમંત્રી જીતુ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્‍યમંત્રીકાળ દરમિયાન દીર્ઘદ્રષ્‍ટિ રાખી પ્રજાજનોની સામૂહિક જરૂરિયાતને પ્રાધાન્‍ય આપી અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવી ગુજરાતની પ્રગતિની શરૂઆત કરી હતી, જેના થકી આજે સમગ્ર ગુજરાતમાં સમતોલ વિકાસ શક્‍ય બન્‍યો છે. જ્‍યોતિગ્રામ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી આપવાની સાથે પૂરતા દબાણથી વીજળી મળે તે માટે દરેક વિસ્‍તારોમાં ૬૬ કે.વી સબ સ્‍ટેશન સ્‍થાપિત કરાયા છે. શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પાકા રસ્‍તાની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી છે. જીવન માટે જરૂરી પાણી દરેક ઘરમાં નળથી મળી રહે તે માટે નલ સે જલ યોજનાની કામગીરી પુર ઝડપે પ્રગતિમાં છે, જે સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની સરકારે કર્યું છે. સમગ્ર વલસાડ જિલ્લામાં ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓની કામગીરીઓ થઈ રહી છે, તેમ તેમણે વધુમાં હતું. દરિયાકાંઠાના વિસ્‍તારમાં પ્રજાજનોની જરૂરિયાતને ધ્‍યાને રાખી તેમની મુખ્‍ય સમસ્‍યાઓનું ઝડપી નિરાકરણ લાવવાના પ્રયાસો રાજ્‍ય સરકાર દ્વારા હાથ ધરાયા હોવાનું જણાવી ગામના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Next Story
Share it