Connect Gujarat
ગુજરાત

વલસાડ : ગોવાડા ખાતે નવનિર્મિત આંગણવાડી મકાનનું રાજય વનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ભત્રીજા ઝાલ કૈખોશ ઇરાની એ આપેલા અનુદાનમાંથી આ આંગણવાડી બાંધવામાં આવી છે.

વલસાડ : ગોવાડા ખાતે નવનિર્મિત આંગણવાડી મકાનનું રાજય વનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગોવાડા પટેલ ફળિયા ખાતે દાતાના સહયોગથી નવા બનાવાયેલા આંગણવાડીના મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયમંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તેપ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકાના દહેરી ગામના પોલિસ પટેલ હોરમસજી જીવનજી પટેલની ભાવપૂર્ણ સ્મૃ,તીમાં એમના ભત્રીજા ઝાલ કૈખોશ ઇરાની એ આપેલા અનુદાનમાંથી આ આંગણવાડી બાંધવામાં આવી છે. આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, સરકારની યોજનામાં સહયોગી બનાવવાના હેતુસર ઉદ્યોગકારોને આમંત્રિત કરી ૩૧ આંગણવાડીના નવા મકાનો સી.એસ.આર. ફંડમાંથી બનાવવામાં આવશે, તે ઉપરાંત ધારાસભ્યઆ ફંડમાંથી પણ બાકી રહેતા કામો પણ કરવામાં આવશે.

ગામના અન્યા લોકોપયોગી કાર્યો માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી સી.એસ.આર. ફંડમાંથી ખૂટતા વિકાસકાર્યો કરવાનું આયોજન કરાયું છે. આંગણવાડીના નિર્માણ માટે દાતા ઝાલ કૈખોશ ઈરાનીએ જે દાન આપ્યું છે, જેના થકી સુંદર આંગણવાડીનું મકાન બનાવી આપ્યું છે, તેમનો આભાર વ્યંક્ત, કર્યો હતો. આંગણવાડી કાર્યકરોને આપવામાં આવેલા સ્માીર્ટ ફોનમાંથી કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેનું મોનીટરીંગ સીધું ગાંધીનગરથી થાય છે. દરેક આંગણવાડી કાર્યકરો કર્મયોગી બનીને કામ કરે તે જરૂરી હોવાનું જણાવી બાળકોના ભવિષ્ય ના શરૂઆતના તબક્કામાં સારા સંસ્કાીર પુરા પડવાની જે તક મળી છે, તેનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યરક્ષ મુકેશ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ધાંગડા, તાલુકા પંચાયત કારોબારી અધ્યકક્ષ ચિંતન પટેલ, જિલ્લા પંચાયત સભ્યખ ભરત જાદવ, તાલુકા પંચાયત સભ્યબ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, નરેશ પરમાર, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ નરોત્તમ પટેલ, ગોવાડા સરપંચ શંકર પટેલ, ગામ અગ્રણી ઉમેશ પટેલ, રામદાસ વરઠા સહિત ગ્રામ પંચાયત સભ્યોભ અને ગ્રામજનો હાજર રહયા હતા.

Next Story