Connect Gujarat
ગુજરાત

વલસાડ : કપરાડા તાલુકામાં "પૂર્ણા દિવસ"ની ઉજવણી કરાય, કિશોરીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

વલસાડ : કપરાડા તાલુકામાં પૂર્ણા દિવસની ઉજવણી કરાય, કિશોરીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો
X

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કિશોરીઓના પોષણની માહિતી સંદર્ભે ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કપરાડા તાલુકાની તમામ આંગણવાડી કેન્‍દ્રોમાં કોરોના ગાઇડ લાઇનને ધ્‍યાનમાં રાખીને આંગણવાડી કિશોરીઓ, કાર્યકરો/તેડાગરો, સુપરવાઇઝર અને બાળ વિકાસ યોજના અધિકારીની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ ઉજવણીના ભાગરૂપે પોષણયુક્‍ત સલાડ તેમજ પોષણયુક્ત પીણાં બનાવવાની હરિફાઇ યોજવામાં આવી હતી. જેમાં કિશોરીઓએ ઉત્‍સાહભેર ભાગ લઇ આંગણવાડી કેન્‍દ્રો ખાતે કિશોરીઓએ પોતાના વિસ્‍તારમાં મળી આવતા ફળ-શાકભાજીનો ઉપયોગ કરી સલાડ-સુશોભન કર્યુ હતું.

કિશોરીઓ લોકડાઉનના સમયમાં પ્રવૃત્તિશીલ રહે અને તેમનો ઉત્‍સાહ જળવાઇ રહે તે હેતુસર પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા કિશોરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા કિશોરીઓ સાથે તેમના આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય બાબતે જાગૃતિ અર્થે જરૂરી પરામર્શ કરી તેમને માર્ગદર્શન આપવાની સાથે દર મંગળવારે સેટકોમ પર આવતા કિશોરીને લગતા કાર્યક્રમ તેઓ નિહાળે તે માટે જણાવાયું હતું.

Next Story