Connect Gujarat
ગુજરાત

વલસાડ : રૂ. 19.32 કરોડના ખર્ચે તૈયાર થનાર ભદેલી-જગાલાલા 66 કેવી વીજ સ્‍ટેશનનું ભૂમિપૂજન કરાયું

આખા દેશમાં વર્ષમાં માથાદીઠ ૧૧૩૦ વીજ યુનિટ વપરાય છે, જ્યારે ગુજરાતમાં માથાદીઠ ૨૧૦૦ વીજ યુનિટનો વીજવપરાશ થાય છે.

વલસાડ : રૂ. 19.32 કરોડના ખર્ચે તૈયાર થનાર ભદેલી-જગાલાલા 66 કેવી વીજ સ્‍ટેશનનું ભૂમિપૂજન કરાયું
X

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે ૬૬ કેવીના વીજ સ્‍ટેશનની ભૂમિ પૂજનવિધિ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ વલસાડના સાંસદ ર્ડા. કે.સી.પટેલ, ધારાસભ્‍ય ભરત પટેલ અને જેટકો વડોદરાના એમ.ડી.ઉપેન્‍દ્ર પાંડે અને મુખ્‍ય ઇજનેર કે.આર.સોલંકીની ઉપસ્‍થિતિમાં કરી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, વર્તમાન પરિસ્‍થિતિમાં રશિયા અને યુક્રેનના યુધ્‍ધને લીધે ગેસ આધારિત પાવર પ્‍લાન્‍ટ દેશમાં બંધ છે, ત્‍યારે ગુજરાતે સતત વીજ પુરવઠો લોકોને આપીને એક સિધ્‍ધિ હાસંલ કરી હતી. આખા દેશમાં વર્ષમાં માથાદીઠ ૧૧૩૦ વીજ યુનિટ વપરાય છે, જ્યારે ગુજરાતમાં માથાદીઠ ૨૧૦૦ વીજ યુનિટનો વીજવપરાશ થાય છે. જે ગુજરાતનો વિકાસ દર્શાવે છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાન નેરન્‍દ્ર મોદીએ તત્‍કાલીન સમયમાં ગુજરાતમાં વીજ પાવર પ્‍લાન્‍ટના વિકલ્‍પ તરીકે સોલાર અને વીન્‍ડ પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપીને તેમની આગવી કોઠાસૂઝ દાખવી હતી.

જેના પરિણામે હાલમાં ગુજરાતમાં ૩ હજાર મેગાવોટ સોલાર પ્‍લાન્‍ટથી અને ૩ હજાર મેગાવોટ વીન્‍ડ પ્‍લાન્‍ટ મળી કુલ ૬૦૦૦ મેગાવોટ વીજળી ઉત્‍પાદન થાય છે. આ વીજ સ્‍ટેશનનું ૪૯૦૦ ચો.મી.નું તૈયાર થશે. જેની સ્‍થાપિત ક્ષમતા ૩૦ એમ.વી.એ.ની છે. જેમાંથી ૧૧ કેવીના ૪ ફીડરો રહેશે. જે પૈકી ૩ જયોતિગ્રામ અને ૧ ખેતીવાડી ફીડર રહેશે. આ વીજ સ્‍ટેશનથી લીલાપોર, ભદેલી દેસાઇ પાર્ટી અને ભદેલી જગાલાલા ગામના ૨પ૨૬ ગ્રાહકોને તેનો લાભ મળશે

જે પૈકી ૨૦પ૩ રહેણાંક, ૨૬૯ વાણિજયક, ૬૮ ઔદ્યગિક, ૧૧ વોટર વકર્સ, ૨૯ સ્‍ટ્રીટલાઇટ અને ૯૬ ખેતીવિષયક રહેશે. નાની દાંતી ગામે રૂા. ૧૧૦ કરોડની પ્રોટેકશન વોલ બનાવવા માટે ભારત સરકારમાંથી સૈધ્‍ધાંતિક મંજૂરી મળી છે. એટલે નાની દાંતી ખાતે પ્રોટેકશન વોલ બનવાથી દરિયા ધોવાણનો પ્રશ્ન હલ થશે અને ગામલોકોને રાહત થશે. નલ સે જલ યોજના અન્‍વયે કાંઠા વિસ્‍તારના લોકોને ઘરે બેઠા આવનારા સમયમાં પાણી મળશે. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જેટકો નવસારીના ડી.સી.પટેલે, જ્યારે આભારવિધિ જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર અભય દેસાઇએ કરી હતી.

Next Story