Connect Gujarat
ગુજરાત

વલસાડ : નશામુક્તિના ઉદ્દેશ્ય સાથે 6 હજાર કિમીની દોડ પર નીકળેલા દોડવીરનું સ્વાગત કરાયું...

દોડવીર રૂપેશ મકવાણા તા. 21 ફેબ્રુઆરીએ દિલ્હીથી નીકળ્યા હતા, અને અત્યાર સુધી ૧૨૧૦ કીમીની પદયાત્રા પુરી કરી વલસાડ પહોંચ્યા હતા.

વલસાડ : નશામુક્તિના ઉદ્દેશ્ય સાથે 6 હજાર કિમીની દોડ પર નીકળેલા દોડવીરનું સ્વાગત કરાયું...
X

દેશના યુવાનો નશામુક્ત થાય, સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે અને તણાવમુક્ત રહે એ ઉદ્દેશ્ય સાથે યુવા બચાઓ, દેશ બચાઓ અને સેવ ધ અર્થ મિશનને લઈને નીકળેલા રૂપેશ મકવાણા 6 હજાર કિમીની દોડ ઉપર નીકળ્યા છે.

દોડવીર રૂપેશ મકવાણા તા. 21 ફેબ્રુઆરીએ દિલ્હીથી નીકળ્યા હતા, અને અત્યાર સુધી ૧૨૧૦ કીમીની પદયાત્રા પુરી કરી વલસાડ પહોંચ્યા હતા. સ્થાનિક ક્લબ સન્ડે સ્પોર્ટ્સ વલસાડની ટીમ દ્વારા એમનું સ્વાગત ધરમપુર ચોકડી પર કરવામાં આવ્યું હતું. રૂપેશ મકવાણાના જણાવ્યા મુજબ તેઓ 99 દિવસમાં 6 હજાર કિમી રનિંગ કરશે. હાલ તેઓ દરરોજ 65-70 કીમીની યાત્રા કરે છે. તેઓ દિલ્હીથી જયપુર, અજમેર, અમદાવાદ, સુરત થઈ વલસાડ પહોંચ્યા હતા. હવે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કોલકતા, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ થઈ પાછા દિલ્હી પહોંચશે. આ દોડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાશે તેવી દોડવીર રૂપેશ મકવાણાએ જણાવ્યુ હતું.

Next Story