Connect Gujarat
ગુજરાત

વિશ્વ ક્ષય દિન : ટીબીના કારણે ગુજરાતમાં સેંકડો પરિવાર દુઃખી, આ બીમારીના આંકડા કોરોનાથી પણ વધુ ડરામણાં

વિશ્વ ક્ષય દિન : ટીબીના કારણે ગુજરાતમાં સેંકડો પરિવાર દુઃખી, આ બીમારીના આંકડા કોરોનાથી પણ વધુ ડરામણાં
X

સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય (ટીબી) દિન દર વર્ષે તા. 24 માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. 1882માં 24 માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌપ્રથમ ક્ષય રોગના જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી તા. 24 માર્ચના દિવસને વિશ્વ ક્ષય (ટીબી) દિન ઉજવવામાં આવે છે.

વિશ્વ ક્ષય દિન : ટીબીના કારણે ગુજરાતમાં સેંકડો પરિવાર દુઃખી, આ બીમારીના આંકડા કોરોનાથી પણ વધુ ડરામણાંઆપણે જાણીએ છીએ તેમ, ક્ષય (ટીબી)નો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને લપેટમાં લીધું છે. આખા જગતમાં મૃત્યુના ભારણમાં ક્ષય રોગ સૌથી વધુ જવાબદાર છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમ જ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવાં પગલાં લઇ આ રોગને નાથવા કમર કસી છે. સરકાર દ્વારા ટીબીના રોગની મફત સારવાર પણ આપવામાં આવે છે. પરંતુ ચિંતાજનક બાબત તો એ છે કે, હજુ ટીબીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ નોંધાય છે, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. ટીબીના લક્ષણો ધરાવતો દર્દી જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે. જોકે, ક્ષય રોગને રાજ રોગ પણ કહેવાય છે, જેમાં દર્દીના સારવાર કરનારે પણ ખૂબ સાવચેતી રાખવી પડે છે. નહીંતર તેને પણ આ રોગ થઈ શકે છે. જોકે, ગુજરાતમાં ક્ષય રોગ (ટીબી)ના કારણે સેંકડો લોકો અને તેમના પરિવારજનો આજે પણ ખૂબ દુઃખી છે. તો બીજી તરફ ટીબીની બીમારીના આંકડા કોરોનાથી પણ વધારે ડરામણાં હોવાનું બહાર આવ્યું છે, ત્યારે આગામી વર્ષ 2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાની PM નરેન્દ્ર મોદીએ જાહેરાત પણ કરી છે.

Next Story