અંકલેશ્વરમાં ૧૯ વર્ષિય યુવકે ફાંસો ખાઇ જીવન લીલા શંકેલી લેતા ચકચાર

New Update
અંકલેશ્વરમાં ૧૯ વર્ષિય યુવકે ફાંસો ખાઇ જીવન લીલા શંકેલી લેતા ચકચાર

અંકલેશ્વરૂના ભડકોદ્રા ગામની શિવમ પાર્કમાં રહેતા ૧૯ વર્ષિય યુવકે કોઇક કારણોસર ગળે ફાંસો ખાઈને જીવતર ટુંકાવી લીધુ હતુ

પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદ્રા ગામની શિવમ પાર્કમાં પોતાના રૂમ પાર્ટનરો સાથે રહેતા મૂળ જુનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં ૧૯ વર્ષિય માલવીયા રાજન જાદવભાઇનાઓ ઈટીપીમાં કોન્ટ્રકટ હેઠળ કામ કરતા હતા, તા- ૨૫મીની મોડી સાંજે તેઓએ ઘરમાં એકલતાનો લાભ લઇ સિલિંગ ફેન પર સાલનો ફંદો બનાવી ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

સાંજે જ્યારે તેઓનાં રૂમ પાર્ટનર ઘરે પરત ફરતા ઘરનો દરવાજાની ડોરબેલ વારંવાર વગાડવા છતાં નહીં ખુલતા તેઓએ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા, જ્યાં માલવીયા રાજેશનો મૃતદેહ લટકતો જોતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને પ્રથમ ૧૦૮ ત્યારબાદ જીઆઈડીસીને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને માલવીયા રાજેશનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેઓનાં આપઘાત પાછળનું સાચુ કારણ જાણવાની કવાયત હાથ ધરી હતી.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.