Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પતીલ સ્મારક સમિતિ દ્વારા કવિ પતીલની પુણ્યતિથી નિમિત્તે કવિ સંમેલન યોજાયુ.

અંકલેશ્વર પતીલ સ્મારક સમિતિ દ્વારા કવિ પતીલની પુણ્યતિથી નિમિત્તે કવિ સંમેલન યોજાયુ.
X

અંકલેશ્વર પતીલ સ્મારક સમિતિ દ્વારા કવિ પતીલ તેમજ મુર્ધન્ય સાહિત્યકાર મધુ સુદન જોષીની પુણ્યતિથી નિમિતે કવિ સંમેલન યોજવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર શહેરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે તા-૧૮મીની સાંજે યોજાયેલ કવિ સંમેલનમાં પ્રથમ અંકલેશ્વરનાં પનોતા કવિ સ્વ. મગનભાઈ ભુધરભાઈ પટેલ ઉર્ફે કવિ પતીલ અને મુર્ધન્ય સયહિત્યકાર સ્વ. મધુસુદનભાઈ જોષીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ કવિ સંમેલનમાં ઉપસ્થિત અંકલેશ્વર, ભરૂચ , કીમ, કોસંબા સહિતનાં ૨૦ જેટલાં કવિઓ સાહિત્યકારો દ્વારા લાઈબ્રેરીનાં પ્રાંગણમાં સ્થાપિત કવિ પતીલની અર્ધપ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા.

20160319002822

કવિ સંમેલનમાં કવિઓએ પોતાની મૌલિક કૃતિઓ રજુ કરી સ્વ. કવિશ્રી તેમજ સાહિત્યકારને શબ્દાંજલિ અર્પિ હતી. આ પ્રસંગે નગરપાલિકાનાં પ્રમુખ કારોબારી કમિટીનાં ચેરમેન સત્તાપક્ષનાં નેતા સહિતનાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધવુ ઘટે કે કવિ પતીલ સ્મારક સમિતિ દ્વારા સન ૧૯૮૮ થી દર વર્ષે કવિ સંમેલનનું અચુક આયોજન કરવામાં આવે છે.

Next Story