શું તમે પણ મોટાપાથી પરેશાન છો અને વજન નથી ઉતરતું, તો ડાયટ માં સામેલ કરો આ ફ્રૂટ્સ.....

આજના સમયમાં અનિયમીત ખાન પાન અને વધુ પડતું બહારનું ખાવાના લીધે મોટાપાનો શિકાર બને છે. આ કારણોસર તેમનું વજન વધી જાય છે.

New Update

આજના સમયમાં અનિયમીત ખાન પાન અને વધુ પડતું બહારનું ખાવાના લીધે મોટાપાનો શિકાર બને છે. આ કારણોસર તેમનું વજન વધી જાય છે. કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી પણ મેદસ્વીતાનો શિકાર બનતા હોઇએ છીએ. એક વાર જો શરીરનું વજન વધી જાય તો તેને કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અનેક વાર લોકો બજારમાં મળતા વેટલોસના સપ્લીમેંટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેના કારણે પણ વજન ઘટતું નથી. જો તમારી પાસે કસરત કરવાનો બિલકુલ ટાઇમ જ નથી તો તમે તમારા ખાન પાન પર ધ્યાન આપો આથી તમારું વજન કંટ્રોલમાં આવી જશે. આ માટે તમે કેટલાક ફ્રૂઇટ્સનું સેવન કરી શકો છો જે તમારુ વજન ઘટાડવામાં મદદરૂપ થશે.

સફરજન

સફરજન ખાવાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે. કારણકે તેમાં ફ્લેવેનોઇડ્સ અને ફાઈબર જેવા પોષકતત્વો આવેલા હોય છે. આ સિવાય સફરજનમાં વધુ પ્રમાણમા પેક્ટિન ફાઈબર આવેલું છે. જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થશે. સફરજનનું સેવન કરવાથી વધુ ભૂખ લાગતી નથી અને આથી જ પેટ ભરાયેલું રહે છે. સફરજનમાં ખૂબ જ ઓછા પ્રમાણમા સુગર અને કેલેરી હોય છે જે વજન ઓછું કરવામાં લાભદાયી છે.

એવાકાડો

એવાકાડોનું સેવન કરવાથી ના માત્ર વજન ઘટવું પરંતુ અનેક સ્વાસ્થ્યને લગતી બીમારીઓ દૂર થાય છે. એવાકાડોમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો આવેલા હોય છે. જે વજન ઓછું કરવામાં લાભદાયી નીવડે છે. એવાકાડોમાં કેલેરી અને ફેટ વધુ હોવાથી વધુ ભૂખ લાગતી નથી અને પેટ ભરેલુ જ રહે છે આથી જ વજન ઘટે છે. એવાકાડોનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

કીવી

કીવી એ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે ડેન્ગ્યુ જેવી અનેક બીમારીઓમાં કીવી ખુબ જ કારગત નીવડે છે. વજન ઓછું કરવા માટે પણ આ ફળ ખૂબ જ લાભદાયી છે. કિવીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને ફાઈબર આવેલા હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. દરરોજ 2 કીવી ખાવાથી 12 સપ્તાહ પછી કમરની ચરબીમાં 1.2 ઇંચ સુધીનો ઘટાડો જોવા મળે છે.

જામફળ

જામફળ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. જામફળનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ નથી લાગતી. જામફળમાં ગ્લાઇસેમિક ઇંડેક્સ ખૂબ જ ઓછો હોય છે. જેથી બલ્ડમાં સુગર વધતું નથી. ડાયાબિટીસના દર્દીઓએ મુક્ત મને જામફળ ખાવું જોઈએ. જે ઇમ્યુનિટીને યોગ્ય રાખવામા મદદ કરે છે.

બેરીઝ

શરીરની ચરબી ઓછી કરવા માટે સ્ટ્રોબેરી અને રાઝબેરીનું સેવન કરવું જોઈએ. બેરીઝમાં ભરપૂર માત્રામાં વિટામીન્સ અને મિનરલ્સ આવેલા હોય છે. જે સરળતાથી વજન ઓછું કરે છે. બેરીઝનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેસર જેવી સમસ્યા પણ દૂર થાય છે. શરીરનો સોજો ઓછો કરવા માટે પણ બેરીઝનું સેવન કરવું જોઈએ.  

Latest Stories