Connect Gujarat
આરોગ્ય 

વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના અડતા આ શાકભાજીને, અંદરથી સડી જશે આંતરડા, જાણો કારણ.....

વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના અડતા આ શાકભાજીને, અંદરથી સડી જશે આંતરડા, જાણો કારણ.....
X

વરસાદી મોસમમાં વાતાવરણ એકદમ ભેજવાળું હોય છે. જેના કારણે હવામાં પણ ભેજ જોવા મળે છે. આ વાતાવરણ બેક્ટેરિયા અને ફૂગને ખીલવાની તક આપે છે. આ બેક્ટેરિયા અને ફૂગ અમુક શાકભાજીને ચેપ લગાવે છે જે ખાવાથી આંતરડા પર અસર થાય છે. તો ચાલો જાણીએ એવા ક્યાં શાકભાજી છે જે ના ખાવા જોઈએ.

૧. લીલા પાંદળાવાળા શાકભાજી

વરસાદની ઋતુમાં દરેક લીલા પાન વાળા શાકભાજીમાં ફૂગ અને બેક્ટેરિયા થવાની સંભવના વધે છે. આમાં પાલક, કોબી, લેટિસ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કીડા અને બેક્ટેરિયા વધુ જોવા મળે છે. તેઓ ભેજવાળા વાતાવરણમાં શાકભાજીના પાંદળાઑમાં છુપાયેલા રહે છે. જો આ શાકભાજીમાંથી બેક્ટેરિયા આપના શરીરમાં જાય તો અનેક પ્રકારની બીમારીઓને નોતરી શકે છે.

૨. ફુલાવર

વરસાદની ઋતુમાં ફૂલવારમાં મોટા જંતુઓ વધતાં રહે છે. બ્રોકલી, ફુલાવર જેવા અનેક શાકભાજી આ સિઝનમાં બેકરેરીયા અને જંતુનો ખજાનો ધરાવે છે. જો તમે વરસાદી સિઝનમાં આ શાકભાજીનો ઉપયોગ કરો છો તો તમારે ખૂબ જ કાળજીપૂર્વક આનો ઉપયોગ કરવો જોઈએ.

૩. રુટ વેજીટેબલ

ગાજર, મૂળો, બીટ વગેરે રુટ વેજીટેબલના ઉદાહરણો છે. પરંતુ વરસાદની ઋતુમાં આ શાકભાજીનું સેવન કરવું ખતરાથી ખાલી નથી. વધુ પડતાં ભેજના કારણે આ શાકભાજી વધૂ પાણી શોષી લે છે. જેના કારણે તેમાં બેક્ટેરિયા વધવાની શક્યતા રહે છે. એટલા માટે આ શાકભાજીને વરસાદની મોસમમાં બરાબર ધોઈને ખાવા જોઈએ.

4. સ્પ્રાઉટ્સ

સ્પ્રાઉટ્સ એ પ્રોટીનનો ભંડાર છે. પરંતુ વરસાદની મોસમમાં તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ કારણ કે આ ઋતુમાં સાલ્મોનેલા, ઈ. કોલી બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે. એટલા માટે વરસાદમાં સ્પ્રાઉટ્સથી દૂર રહેવું જોઈએ.

5. મશરૂમ્સ

વરસાદની ઋતુમાં મશરૂમનું સેવન ન કરવું જોઈએ. વરસાદની ઋતુમાં મશરૂમ્સમાં મોલ્ડ અને ફૂગના વિકાસનું ઊંચું જોખમ રહેલું છે. આ ફૂગ અને મોલ્ડથી સંક્રમિત મશરૂમ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.

Next Story