દૂધ પોષક તત્વોનો ભંડાર છે. તેથી જ તેને સંપૂર્ણ આહાર કહેવામા આવે છે. રોજ દૂધ પીવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે. ખાસ કરીને મહિલાઓએ તો નિયમિત રીતે દૂધ પીવું જ જોઈએ. દૂધ પીવાથી શરીરને કેલ્સિયમ અને વિટામિન ડી સહિતના અનેક પોષકતત્વો મળે છે. તો ચાલો જાણીએ રોજ એક ગ્લાસ દૂધ પીવાના ફાયદા....
વજન ઘટે છે
રોજ દૂધ પીવાથી વજન ઘટે છે. દૂધમાં રહેલા કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન અને ફેટ વજન ઘટાડવામાં મદદ કરે છે. કાર્બોહાઈડ્રેટસ શરીરને ઉર્જા આપે છે અને શરીરને સક્રિય રાખવામા મદદ કરે છે. દૂધ પીવાથી ભૂખ ઓછી લાગે છે તેથી જ વજન ઘટે છે.
હાડકાં મજબૂત થાય છે
દૂધમાં કેલ્સિયમ અને વિટામિન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બંને પોષક તત્વો હાડકાને મજબૂત બનાવે છે. દૂધ પીવાથી હાડકા સ્વસ્થ અને મજબૂત બને છે
ડાયાબિટીસનું જોખમ ઘટે છે
દૂધ પીવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. લગભગ 6 લાખ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
હદય સ્વસ્થ રહે છે
દૂધમાં રહેલું પોટેશિયમ સ્ટ્રોક, હદયરોગ અને હાઇ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. જો કે આ સમસ્યામાં લો ફેટ દૂધનું કરવું જોઈએ.
માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે
માનસિક સ્વાસ્થ્ય માટે દૂધને ખૂબ જ સારું માનવામાં આવે છે. દૂધનું સેવન અલ્ઝાઇમરનું જોખમ ઘટાડે છે. તેના માટે નાસ્તામાં ઓટ્સ સાથે થોડું દૂધ લેવું ફાયદાકારક સાબિત થાય છે. દૂધ વધતી ઉંમરે થતી સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે સારું માનવામાં આવે છે.