વજન ઘટાડવાના તો ઘણા ઉપાયો જોયા, પણ વજન વધારવું કેમ? તો ચાલો જાણીએ......

વજન ઓછું હોવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, ફેમિલી હિસ્ટ્રી, હાઈ મેટાબોલિઝમ, વધુ શારીરિક પ્રક્રિયા

New Update

અનેક લોકોએ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. લોકોનું માનવું છે કે, વજન સરળતાથી વધી શકે છે. વજન ઓછું કરવા માટે જેટલી મહેનત કરવી પડે છે, તેટલી મહેનત વજન વધારવા માટે કરવી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિનો બોડી માસ ઈંડેક્સ 18.5 કરતા ઓછો હોય તો તેને અંડરવેઈટ કહેવામાં આવે છે. અનેક લોકોએ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. સામાન્ય રીતે લોકોનું માનવું છે કે, વજન સરળતાથી વધી શકે છે. વજન ઓછું કરવા માટે જેટલી મહેનત કરવી પડે છે, તેટલી મહેનત વજન વધારવા માટે કરવી પડે છે.

વજન ઓછું હોય તો શું સમસ્યા થઈ શકે?

· ઓસ્ટિયોપોરોસિસ

· સ્કિન પતલી થવી, વાળ ખરવા, ડ્રાય સ્કિન

· થાક

· એનીમિયા

· અનિયમિત માસિકચક્ર

· વ્યંધ્યત્વ

· પ્રિમેચ્યોર બર્થ

· ધીમી ગતિએ વિકાસ

વજન ઓછું હોવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, ફેમિલી હિસ્ટ્રી, હાઈ મેટાબોલિઝમ, વધુ શારીરિક પ્રક્રિયા, જૂની બિમારી, માનસિક બિમારી વગેરે. તમારે પણ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, તો તમારે ડોકટરને સંપર્ક જરૂરથી કરવો જોઈએ. ડાયટમાં કેટલીક વસ્તુ શામેલ કરવાથી સરળતાથી વજન વધી શકે છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

· દૂધ

નિયમિતરૂપે દૂધનું સેવન કરવાથી શરીરને કેલ્શિયમની સાથે હેલ્ધી ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ મળે છે. મસલ્સ નિર્માણ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સોયા મિલ્કની સરખામણીએ સ્કિમ મિલ્કનું સેવન કરવું તે મસલ્સ માટે વધુ ફાયદાકારક છે.

· ચોખા

ચોખાને કાર્બોહાઈડ્રેટનો એક સારો સોર્સ માનવામાં આવે છે. જેથી વજન સરળતાથી વધે છે. એક કપ ચોખામાં લગભગ 200 કેલરી હોય છે. ચાવલ સરળતાથી પચી જાય છે.

લાલ મટન- મસલ્સ બનાવવા માટે લાલ મટનને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જેમાં ભરપૂર માત્રામાં મીનો એસિડ અને લ્યૂસિન હોય છે.

· નટ્સ અને નટ્સ બટર

તમે પણ વજન વધારવા માંગો છો તો ઉચ્ચ કેલરીયુક્ત ડાયટનું સેવન કરવું જોઈએ. નટસ અને નટ્સ બટરમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે, જેથી વજન સરળતાથી વધી શકે છે. એક મુટ્ઠી બદામમાં 7 ગ્રામ પ્રોટીન અને 18 ગ્રામ હેલ્ધી ફેટ હોય છે. તમે નટ્સ બટરનું પણ સેવન કરી શકો છો, જેમાં કેલરીની માત્રા વધુ હોય છે.

· એવોકાડો

એવોકાડોમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. એક એવોકાડોમાં 322 કેલરી, 29 ગ્રામ ફેટ અને 17 ગ્રામ ફાઈબર હોય છે. 

Read the Next Article

સુરત : જે ખોરાક તમે ખાઓ છો (અથવા સ્કીપ કરો છો) તે તમારા અંડકોષની ગુણવત્તા પર અસર કરી શકે છે : ડો.આશિતા જૈન

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, એડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.

New Update
Dr. Ashita Jain

મહિલાઓની ફર્ટિલિટી (સફળ ગર્ભધારણ) ની વાત કરીએ તો એગ (અંડકોષ)ની ગુણવત્તાએ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. પરંતુ ઉંમરની અસર ઉપરાંત એગની ગુણવત્તા ઘટવા પાછળના અન્ય ઘણા પરિબળો પર ઓછું ધ્યાન અપાય છે. જ્યારે ઉંમર એગના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરે છેત્યારે પોષણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે અને હકીકતમાં તે સુધારી શકાય તેવું પરિબળ છે.

સુરતના જાણીતા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ,બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફના ડો.આશિતા જૈને આ અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે નેચરલ કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના બેથી ત્રણ મહિના સમયગાળો સંવેદનશીલ હોય છે. આ તે સમય છે જ્યારે ઓવ્યુલેશન માટે નિયત એગ તેના વિકાસની જર્ની શરૂ કરે છે અને તેથી આ સમયગાળા દરમિયાન લેવાતા પોષક તત્વો તે એગના સ્વાસ્થ્યને નક્કી કરવા માટે જવાબદાર બને છે.

ફોલેટવિટામિન ડીઓમેગા-3 ફેટી એસિડ્સસેલેનિયમ અને CoQ10 જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઓક્સિડેટીવ સ્ટ્રેસને રોકીનેમાઇટોકોન્ડ્રિયલ ફંક્શનને સુધારીને અને સામાન્ય ક્રોમોઝોમલ ડેવલપમેન્ટને સરળ બનાવીને એગની પરિપક્વતામાં વધારો કરે છે. આ પોષક તત્વો લીલા પાંદડાવાળા શાકભાજીકઠોળબીજનટ્સસાબુત અનાજ અને ઓઇલી ફિશ જેવા ખોરાકમાંથી મળી શકે છે.

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સએડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.આ બંને સ્થિતિઓ હોર્મોનલ સંતુલન અને ઓવ્યુલેશનને નુકસાન પહોંચાડે છે. સમય જતા આ એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે અને કન્સેપ્શનને સફળ બનાવવાની સંભાવના પણ ઘટાડી શકે છે.

રિસ્ટ્રિક્ટિવ ડાયેટરી પેટર્ન પણ જોખમભરી છે. મીલ સ્કીપ કરવું અથવા ખૂબ જ ઓછી કેલરી વાળું ભોજન લેવાથી ઓવરીઝ અને મગજ વચ્ચેનો હોર્મોનલ કમ્યુનિકેશન ડિસરપ્ટ થઈ શકે છેજેના પરિણામે અનિયમિત પીરિયડ્સ અથવા ઓવ્યુલેશનમાં વિલંબ થઈ શકે છે. વધુમાં ગટ હેલ્થજેને સામાન્ય રીતે ઓછું મૂલ્ય આપવામાં આવે છેતે પોષકતત્ત્વોના શોષણ અને ઇસ્ટ્રોજન મેટાબોલિઝમને મોડ્યુલેટ કરીને રિપ્રોડક્ટિવ વેલ્બિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એ સમજવું જરૂરી છે કેપોષણ યુક્ત ભોજન માત્ર ઉંમર સંબંધિત ઘટાડાને ઊલટાવી શકાતું નથી અથવા ફર્ટિલિટીના બધા કારણોની સારવાર કરી શકતું નથીપરંતુ તે મહિલાઓના નિયંત્રણમાંના થોડા લીવર્સમાંથી એક છે,જે સીધું તેમના એગના સેલ્યૂલર હેલ્થને સપોર્ટ કરે છે.

કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના મહિનાઓ દરમિયાન શરીરને શું મળે છે તેની નોંધ લેવાથી માત્ર એગની ગુણવત્તા પર જ નહીંપરંતુ ફર્ટિલાઇઝેશન અને પ્રારંભિક ભ્રૂણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પર પણ નોંધપાત્ર ફરક પડી શકે છે.