શરીરમાં આવા લક્ષણો જોવા મળે તો સમજી લેજો કે સોડિયમનું પ્રમાણ ઘટી રહ્યુ છે, સત્વરે ડૉક્ટરની સલાહ લેવી જરુરી
સોડિયમએ લોહીમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ છે અને તે શરીરમાં પાણીની માત્રા નિયંત્રિત કારે છે. જો લોહીમાં સોડિયમનું લેવલ ઘટી જાય તો હાઈપોનેટ્રેમિયા એટલે કે લો બ્લડપ્રેશરની સમસ્યા ઊભી થાય છે.

કુદરતે આપણાં શરીરની રચના એવી અદ્ભુત કરી છે કે દરેક અંગનું કઈક ને કઈક મહત્વ છે. શરીરમાં સોડિયમ, ખોરાક અને પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. શરીરના કોઈ પણ એક અંગમાં કઈ પણ તકલીફ થાય તો વિવિધ પ્રકારના રોગો થવાની શક્યતા વધી જાય છે. તો આજે તમને એવા રોગ વિષે વાત કરીશું કે જેને જો યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાંના આવે તો માણસ કોમામાં પણ જઈ શકે છે. ઘણી વાર તમે સાંભડ્યું હશે કે શરીરમાં સોડિયમની ઉણપથી માણસ કોમામાં જતો રહે છે. એટલે આવા સમયે ઓછા સોડિયમના લક્ષણો જાણવા જરૂરી છે. સોડિયમએ લોહીમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ છે અને તે શરીરમાં પાણીની માત્રા નિયંત્રિત કારે છે. જો લોહીમાં સોડિયમનું લેવલ ઘટી જાય તો હાઈપોનેટ્રેમિયા એટલે કે લો બ્લડપ્રેશરની સમસ્યા ઊભી થાય છે.
શરીરમાં સોડિયમ ઓછું થવાના લક્ષણો:-
· ઊબકા ઉલ્ટી થવી
· માથાનો દુખાવો થવો
· આભાસ થવો
· થાક,શુષ્ક ગળું, શરીરની ઊર્જા ગુમાવવી
· ચીડિયાપણું, વારંવાર ગુસ્સો આવવો
· સ્નાયુઓની નબળાઈ, ખેંચાણ થવું
· બેભાન અથવા કોમાં જેવી સ્થિતિ પણ ઓછા સોડિયમને કારણે થઈ શકે છે
આ કારણોથી સોડિયમનું લેવલ ઘટી શકે છે.
· વધારે પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં સોડીયમ ઓછું થઈ જાય છે.
· કેટલીક વાર દવાના કારણે પણ સોડિયમ ઓછું થઈ જતું હોય છે.
· વારંવાર ઉલ્ટી, ઝાડા કે ડિહાઈડ્રેશનના કારણે પણ આ સમસ્યા ઉદભવે છે.
· ઘણી વાર હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણે પણ આવી થઈ શકે છે.
· જ્યારે શરીરમાં એન્ટિ-ડ્યુરેટિક હોર્મોન વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે, તો તેના કારણે પણ આવી સમસ્યા થાય છે.