Connect Gujarat
આરોગ્ય 

વિટામીન C યુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરવાથી થશે ઈમ્યુનિટી સ્ટ્રોંગ

વિટામીન C યુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરવાથી થશે ઈમ્યુનિટી સ્ટ્રોંગ
X

કોરોના મહામારીને કારણે દરેક વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરવા અંગે જાગૃત બની છે. લોકો કોવિડની સાથે સાથે અન્ય વાયરલ બીમારીઓથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. તે માટે સૌથી પહેલા લોકો તેમની ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરી રહ્યા છે. બીમારીઓથી બચવા માટે અને ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે કસરતની સાથે સાથે હેલ્ધી ડાયટ લેવું પણ જરૂરી છે. આ પરિસ્થિતિમાં વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે વિટામીન સી યુક્ત ફળ અને શાકભાજીનું સેવન કરવું જરૂરી છે. વિટામીન સી માટે કયા ફળનું સેવન કરવું જોઈએ તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

વિટામીન સી યુક્ત આહારનું સેવન કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય અને મેટાબોલિઝમ વધે છે. જે શરીરને અનેક પ્રકારની વાયરલ બીમારીઓ સામે રક્ષણ આપે છે.

  • સંતરા: સંતરા વિટામીન સીની સાથે સાથે ફાઈબર, થિયામીન અને પોટેશિયમ પદાર્થોથી ભરપૂર છે. સંતરાનો ગ્લાઈસીમિટ ઈન્ડેક્સ ઓછો હોય છે. આ કારણોસર સંતરા ડાયાબિટીસ અને મેદસ્વીતાથી પીડાતા લોકો માટે ખૂબ જ લાભદાયી છે.
  • લીંબુ: લીંબુ વિટામીન સી અને સાઇટ્રિક એસિડથી ભરપૂર હોય છે. લીંબુનું સેવન કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. લીંબુમાં રહેલ સાઇટ્રિક એસિડ શરીરની ફેટને ઓછું કરવાનું કામ કરે છે. લીંબુનું સેવન કરવાથી વજન ઓછુ થાય છે. સ્વસ્થ રહેવા માટે સવારે ભૂખ્યા પેટે હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ મિશ્ર કરીને તેનું સેવન કરવું જોઈએ.
  • આમળા: આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી, આયર્ન, ફોલેટ અને એન્ટીઓક્સીડેન્ટ્સ રહેલા છે. આયુર્વેદ અનુસાર આમળાનું સેવન કરવાથી વાત્ત, પિત્ત, કફ દોષ નિયંત્રણમાં રહે છે.
  • પપૈયુ: પપૈયામાં નેચરલ લેક્સેટિવ ગુણ રહેલા છે, જે પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. પપૈયાને વિટામીન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પપૈયામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરને ડેટોક્સ કરવામાં મદદ કરે છે. પપૈયાનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
  • જામફળ: જામફળ વિટામીન સી, ફાઈબર અને પોટેશિયમ જેવા ખનિજ પદાર્થથી ભરપૂર હોય છે. જામફળ ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવે છે અને અનેક બીમારીઓ સામે શરીરને સુરક્ષા પ્રદાન કરે છે. જામફળ હ્રદયને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.
  • કેપ્સિકમ: કેપ્સિકમમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, ઈ, એ, ફાઈબર, ફોલેટ અને પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલા છે. જે ઈમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. ફોલેટ હીમોગ્લોબીનમાં વૃદ્ધિ કરવાનું કાર્ય કરે છે અને પાચનશક્તિમાં સુધારો કરવાનું કાર્ય કરે છે.
Next Story