Connect Gujarat
આરોગ્ય 

ખેડા : નડીઆદ ખાતે સુપર સ્પ્રેડર વર્ગ માટે કોરોના ટેસ્ટીંગનો કેમ્પ યોજાયો..

ખેડા જિલ્લામાં પણ કોરોનાની અસરને કાબુમાં રાખવા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી.

ખેડા : નડીઆદ ખાતે સુપર સ્પ્રેડર વર્ગ માટે કોરોના ટેસ્ટીંગનો કેમ્પ યોજાયો..
X

સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ફેલાઈ રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ કોરોનાની અસરને કાબુમાં રાખવા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી. નડીઆદના નાની શાકમાર્કેટ મુકામે નાના વેપારીઓ, લારી-ગલ્લા ધરાવતા નાના વેપારીઓ તેમજ શાકભાજી વેચીને જીવન નિર્વાહ ગુજારતા વેપારીઓ/ફેરીયાઓ માટે કોરોના ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોનાના ફેલાવોને ઝડપથી કાબુમાં લેવા અને કોરોના ટેસ્ટીંગના મધ્યમથી કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની ઓળખ કરી તેઓની સારવાર અર્થે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની સૂચનાથી યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી વિપુલ પટેલ, ચીફ ઓફીસર આર.જે.હુદર, જતીન શાહ સહિત આરોગ્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story