Connect Gujarat
આરોગ્ય 

ખેડા : ઠાસરા તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો યોજાયો, આરોગ્યલક્ષી સેવાનો નાગરીકોએ લાભ લીધો...

આઝાદીકા અમૃત મહોત્સવ“ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યોને સ્વસ્થ બનાવવાના આહવાનના ભાગરૂપે આરોગ્યતંત્ર દ્વારા યોજાયેલ રાજ્યવ્યાપી આરોગ્ય મેળાઓ

ખેડા : ઠાસરા તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો યોજાયો, આરોગ્યલક્ષી સેવાનો નાગરીકોએ લાભ લીધો...
X

"આઝાદીકા અમૃત મહોત્સવ" અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યોને સ્વસ્થ બનાવવાના આહવાનના ભાગરૂપે આરોગ્યતંત્ર દ્વારા યોજાયેલ રાજ્યવ્યાપી આરોગ્ય મેળાઓ અંતર્ગત ખેડા જિલ્લાના ઠાસરા જિલ્લા પંચાયત પ્રમુખ નયના પટેલના હસ્તે ઠાસરા તાલુકાના નગરસેવા સદન ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેળા દરમ્યાન નાગરીકોને આરોગ્યને લગતી વિવિધ સારવારનો લાભ જાણકારી અને વિનામૂલ્યે તપાસ તથા દવાઓ, આયુષ્માન ભારત કાર્ડ ડાયાબીટીસ, બીપી, મોતીયા બિન્દુની તપાસ, હોમીયોપેથી દવાઓ વિષે માહિતી જેવી વિવિધ દવાઓ નાગરીકોને ઉપલબ્ધ કરવામાં આવી. જેનો મહત્તમ લાભ લેવા નયના પટેલે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત, નગરપાલીકા પ્રમુખ હેમેન્દ્ર પટેલ, નગરપાલીકા ઉપપ્રમુખ ભાવીન પટેલ, અધિકારી અલ્પેશ મકવાણા, CDPO, મેડીકલ ઓફીસર, શિલ્પા સુથાર, જિલ્લા મંત્રી પ્રવીણા પટેલ, રેખા ત્રિવેદી તથા તાલુકા હેલ્થ ઓફીસર ઠાસરા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story