Connect Gujarat
આરોગ્ય 

શિયાળામાં ગોળનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ ,જાણો

જો તમને ગેસની સમસ્યા હોય તો ગોળ ખાઓ. ગોળ ખાવાથી ગેસથી છુટકારો મળશે. તમે સિંધાલું નમક અને કાળું નમક મિક્સ કરીને ગોળનું સેવન કરી શકો છો

શિયાળામાં ગોળનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ ,જાણો
X

શિયાળામાં ગોળ આપણી થાળીનો મહત્વનો ભાગ છે, જે આપણા શરીરને ઠંડીથી બચાવે છે. શિયાળામાં થતી અનેક બીમારીઓને ગોળ મટાડે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ ઠંડી અને શરદીથી પણ છુટકારો મળે છે. શિયાળામાં ગોળનું સેવન કરવાથી પાચન બરાબર રહે છે અને ત્વચા પણ સુધરે છે. ખાંડની સરખામણીએ ગોળને પચાવવામાં શરીરે ઘણી ઓછી કેલરી ખર્ચવી પડે છે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય ગોળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને કોપર પણ ભરપૂર માત્રામાં હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ગોળ લોહીને શુદ્ધ કરે છે અને ચયાપચયને પણ યોગ્ય રાખે છે. જેમને ગેસની સમસ્યા રહે છે તેમના માટે જમ્યા પછી ગોળ ખાવાથી ફાયદો થાય છે.તો આવો જાણીએ ગોળનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે.

શિયાળામા ગોળ ખાવાના ફાયદા:-

1. પાચન અને ગેસમાં રાહત આપે છે :-

જો તમને ગેસની સમસ્યા હોય તો ગોળ ખાઓ. ગોળ ખાવાથી ગેસથી છુટકારો મળશે. તમે સિંધાલું નમક અને કાળું નમક મિક્સ કરીને ગોળનું સેવન કરી શકો છો. આમ કરવાથી તમને ખાટા ઓડકારથી છુટકારો મળશે.

2. એનિમિયા દૂર કરે છે :-

ગોળ આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમારું હિમોગ્લોબિન ઓછું છે, તો દરરોજ ગોળ ખાવાથી તમને ફાયદો થશે, કારણ કે ગોળ ખાવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે.

3. ગોળ કરચલીઓ દૂર કરે છે :-

ગોળ તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર કરવામાં પણ અસરકારક છે. ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે 1 ચમચી પીસેલા ગોળમાં એક ચમચી કાળી ચા, એક ચમચી દ્રાક્ષનો રસ, એક ચપટી હળદર અને થોડું ગુલાબજળ મિક્સ કરો. આ પછી આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો, કરચલીમાં ફર્ક દેખાશે.

4. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે :-

ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેઓ દરરોજ ગોળનું સેવન કરી શકે છે.

5. ગોળ હાડકાંને મજબૂત બનાવે છે:-

ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે, જે શરીરના હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદગાર છે. ગોળ સાથે આદુ ખાવાથી સાંધાના દુખાવામાં જલ્દી રાહત મળે છે.

Next Story