Connect Gujarat
આરોગ્ય 

જાણો આ ટામેટા ફ્લૂ થવાના લક્ષણો શું છે, અને તેનાથી કઈ રીતે બચી શકાય

કેરળના કોલ્લમ શહેરમાં ટામેટા તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ તાવ પાંચ વર્ષથી નીચેના બાળકોને અસર કરે છે.

જાણો આ ટામેટા ફ્લૂ થવાના લક્ષણો શું છે, અને તેનાથી કઈ રીતે બચી શકાય
X

કેરળના કોલ્લમ શહેરમાં ટામેટા તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ તાવ પાંચ વર્ષથી નીચેના બાળકોને અસર કરે છે. હજુ સુધી આ તાવનું કારણ જાણી શકાયું નથી. આ અંગે આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે. આ તાવને આગળ ન વધે તે માટે ઠેર-ઠેર જાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ ટામેટા તાવ શું છે.

ટામેટા તાવને ટામેટા ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વાયરલ તાવ છે કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી થતી સમસ્યા. આ તાવમાં બાળકોની ત્વચા પર લાલ-લાલ ફોલ્લા થાય છે, જે ક્યારેક ટામેટા જેટલા પણ થઈ જાય છે. આ કારણે તેને ટામેટા ફીવર નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, કેરળના કોલ્લમમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે, પરંતુ આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે તે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ શકે છે.

ટામેટાનો ફ્લૂ સ્પર્શ કરવાથી ફેલાય છે, જો કોઈને ટામેટા ફ્લૂનો ચેપ લાગ્યો હોય, તો તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને તેનાથી અલગ રાખવું જોઈએ. તંદુરસ્ત બાળકને શક્ય તેટલું સંક્રમિત બાળકથી દૂર રાખો.

ટામેટા તાવના મુખ્ય લક્ષણો :-

- ફોલ્લીઓ, ત્વચામાં બળતરા, થાક,સાંધાનો દુખાવો, પેટની ખેંચાણ, ઝાડા-ઉલટી થવા,વધારે તાવ આવવો, ઉધરસ થવી, છીંક આવવી, શરીરમાં દુખાવો

ટામેટાના તાવને કઈ રીતે થતો રોકી શકાય :-

- સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે.

- ફોલ્લાઓને વારંવાર ખંજવાળવું નહીં

ચેપગ્રસ્ત દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતી કોઈપણ વસ્તુનો ઉપયોગ તંદુરસ્ત વ્યક્તિ દ્વારા કરવો જોઈએ નહીં. દર્દીને વધુ ને વધુ પ્રવાહી પીવો. જેથી ડીહાઈડ્રેશન ન થાય.

Next Story