Connect Gujarat
આરોગ્ય 

જો કોઈ દવા 5 એપ્રિલે એક્ષપાયર થવાની હોય અને તમે તેને 6 એપ્રિલે ખાવ તો શું થાય?

માનો કે કોઈ દવા 5 એપ્રિલે એક્ષપાયર થવાની હોય અને તમે તેને 6 એપ્રિલે ખાઈ શકાય કે નહીં

જો કોઈ દવા 5 એપ્રિલે એક્ષપાયર થવાની હોય અને તમે તેને 6 એપ્રિલે ખાવ તો શું થાય?
X

દવા ખરીદતી અને લેતી વખતે આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. લોકો દવાની એક્સપાયરી ડેટ ને લઈને ખૂબ જ ગંભીર રહેતા હોય છે અને તે સારી બાબત છે. જો કોઈ દવા એક્સપાયર થઈ ગઈ હોય તો આપણે તેને ખાતા નથી, ફેંકી દઈએ છીએ. લોકોનું માનવું છે કે એક્સપાયર થયા પછી દવા રીએકશન કરે છે અથવા તો ઝેરી બની જાય છે. ત્યારે આવી દવાઓ ખાવાથી જીવનું જોખમ રહે છે. પણ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે આવો જાણીએ...

માનો કે કોઈ દવા 5 એપ્રિલે એક્ષપાયર થવાની હોય અને તમે તેને 6 એપ્રિલે ખાઈ શકાય કે નહીં. તેનો સીધો જ જવાબ છે. સૌથી પહેલા તો એક્સપાયરી ડેટ નીકળ્યાના તુરંત બાદ કોઈ દવા ઝેરી બનતી નથી. દુનિયાની તમામ દવા કંપની પોતાની દવા પર જે એક્સપાયરી ડેટ લગાવે છે તેનો અર્થ એવો થાય છે કે એક્સપાયરી ડેટ બાદ તે દવાની સુરક્ષા અને પ્રભાવને લઈને કંપનીની કોઈ જવાબદારી નથી રહેતી. આ તારીખ બાદ કંપનીની ગેરંટી ખત્મ થઇ જાય છે...

જો વાત કરીએ એક્સપાયરી ડેટ દવા ખાવાની તો, તેના પર યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સલાહ આપે છે કે એક્સપાયર થઈ ગયેલી દવાઓને કયારેય ખાવી જોઈએ નહિ. તેમાં ખૂબ જ રિસ્ક રહેલું છે. દવાઓની બાબતમાં આપણે બધાએ સતર્ક રહેવું જોઈએ. જો આપ ભૂલથી પણ એક્સપાયરી થયેલી દવા ખાઈ લો છો તો તેને ગંભીરતાથી લો. અને તરત જ ડોક્ટર નો સંપર્ક કરો. ઘરમાં રાખેલી દવાઓને નાના બાળકોની પહોચથી દૂર રાખો.

Next Story