આ તાવને ટોમેટો ફ્લૂ કેમ કહેવાય છે? અને કોના દ્વારા ચેપ લાગે છે તેના વિશે વધુ જાણો,

કોરોના વાયરસ અને મંકીપોક્સ બાદ ટોમેટો ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

New Update

કોરોના વાયરસ અને મંકીપોક્સ બાદ દેશમાં ટોમેટો ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેરળમાં અત્યાર સુધીમાં ટોમેટો ફ્લૂના 82 કેસ નોંધાયા છે. આ દરમિયાન ઓડિશામાં પણ 26 બાળકો આ રોગની ઝપેટમાં આવી ગયા છે. આ તમામની ઉંમર 9 વર્ષથી ઓછી છે.

ટોમેટો ફીવર શું છે?

આ તાવ એન્ટરોવાયરસ નામના વાઇરસને કારણે થાય છે. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે બાળકોમાં ટોમેટો ફ્લૂ ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુ તાવનું પરિણામ પણ હોઈ શકે છે.

ટમેટા ફલૂનું નામ કેવી રીતે પડ્યું?

ઘણા નિષ્ણાતોનાં મતે ટોમેટોનો ફ્લૂ અથવા ટોમેટોનો તાવ એ હાથ, પગ અને મોંના રોગનો એક પ્રકાર છે. આ તાવને ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે કારણ કે આ રોગમાં દર્દીના શરીર પર ટોમેટોના આકારના અને લાલ રંગની ફોલ્લીઓ થાય છે.

ટોમેટો તાવના લક્ષણો શું છે?

ટોમેટો ફીવરમાં શરીર પર જે ફોલ્લીઓ થાય છે તે મંકીપોક્સ જેવી જ હોય છે. આ સિવાય જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ સરળતાથી ટોમેટો ફ્લૂનો શિકાર બની શકે છે. ટોમેટોના તાવના લક્ષણોમાં ખૂબ જ તાવ, સ્નાયુમાં દુખાવો, નબળાઈ, હૃદયના ધબકારા વધવા, સાંધામાં દુખાવો, ખંજવાળ, ઉલટી, શરીરમાં પાણી ઓછું થવું, ઝાડા વગેરેનો સમાવેશ થાય છે.

ટોમેટો ફલૂ કેવી રીતે ફેલાય છે?

કેરળના કોવલમમાં 6 મેના રોજ ટોમેટો ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી, આ તાવના લક્ષણો એક થી પાંચ વર્ષના બાળકોમાં દેખાવા લાગ્યા. હાલમાં, ટોમેટો ફ્લૂ ફક્ત બાળકોમાં ફેલાય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે એવી જગ્યાઓ પર રહેવું જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે, ગંદી અથવા દૂષિત વસ્તુઓને સ્પર્શ કરવો.

ખાસ કરીને બાળકો વગર વિચાર્યે રમકડાં, ખોરાક અને કપડાં જેવી વસ્તુઓ પર હાથ નાખે છે, જેનાથી આ ચેપ ફેલાવાનું જોખમ વધી જાય છે. આનો અર્થ એ છે કે ટામેટા ફ્લૂ અન્ય ચેપની જેમ ફેલાય છે, એટલે કે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે.

Latest Stories