Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1010 નવા કેસ નોધાયા, 1190 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1010 નવા કેસ નોધાયા, 1190 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 35 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1010 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 7 દર્દીઑના મોત થયા છે. જ્યારે 1190 દર્દીઑ સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,35,299 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4234 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 11940 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,19,125 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 11879 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 1010 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 207, સુરત કોર્પોરેશનમાં 130, વડોદરા કોર્પોરેશનમાં 115, રાજકોટ કોર્પોરેશનમાં 80, સુરત 36, રાજકોટ 33, વડોદરા 29, મહેસાણા 28, પંચમહાલ 28, ખેડા 26, ભરૂચ 25, ગાંધીનગર 21, ગાંધીનગર કોર્પોરેશન 21, જાનગર કોર્પોરેશન 19 અને કચ્છમાં 17 કેસ કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 7 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 નું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1190 દર્દી સાજા થયા હતા અને 54,694 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 90,53,781 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.13 ટકા છે.

Next Story