Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ધ્વજવંદન સમયે મહિલા સરપંચનાં પતિને આવ્યો એટેક, થયું નિધન

ભરૂચઃ ધ્વજવંદન સમયે મહિલા સરપંચનાં પતિને આવ્યો એટેક, થયું નિધન
X

શુક્લતીર્થ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચનાં પતિનું કાર્યક્રમ વેળાં જ મોત નિપજ્યું

ભરૂચ તાલુકાની શુક્લતીર્થ ગામે ધ્વજવંદન સમયે ગ્રામ પંચાયતનાં સરપંચનાં પતિ તથા પંચાયતનાં સભ્યને હ્રદયરોગનો હુમલો આવતાં સ્થળ પર જ મોત થયું હતું. જેના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભરૂચનાં શુકલતીર્થ ગામના સરપંચ મંજુલાબેનનાં હસ્તે આજે 72માં સ્વાતંત્ર પર્વ નમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તેમણે ધ્વજ ફરકાવ્યા બાદ પોતાની જગ્યા પર બેઠા હતા. જ્યારે તેમના પતિ ચંદુભાઈ વસાવા જે પણ શુક્લતીર્થ ગ્રામ પંચાયતના સભ્ય છે. તેઓ ધ્વજવંદન અવસરે સંબોધન કરી રહ્યા હતા. આ સમયે તેમને હૃદયરોગનો હુમલો આવતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા.

જેના પગલે કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ હતી. સાથે સાથે તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. મહિલા સરપંચના પતિના મોતના પગલે કાર્યક્રમને સ્થગિત રાખવામાં આવ્યો હતો. સાથે સાથે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Next Story