Connect Gujarat
દેશ

કોરોના સંકટ : રાજ્યના મુખ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ખરીદ સમિતિ બનાવાય..

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે,

કોરોના સંકટ : રાજ્યના મુખ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ખરીદ સમિતિ બનાવાય..
X

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે, ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શન અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદી માટેના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવી છે.

જોકે, અગાઉની સમિતિને વિખેરીને નવી સમિતિની રચના કરાય છે. આ સમિતિમાં 6 IAS અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ કોરોના નિયંત્રણ અને સારવાર માટે જરૂરી કોઇપણ પ્રકારના સાધનો, દવા અને માનવબળ સહિતની સેવાઓ તાત્કાલિક અસરથી ખરીદ કરી શકે તેવી સત્તા આપી છે.

સરકારમાં ખરીદી માટેની નિયત કરેલ પ્રક્રિયા કે, ટેન્ડર સહિતની કોઈપણ પ્રક્રિયા અનુસર્યા વિના આ સમિતિ દવા, સાધન સામગ્રી કે માનવબળ સહિતની કોઈપણ જરૂરી ચીજવસ્તુ, સેવા યોગ્ય ભાવે લઇ શકશે. આ સાથે સરકારે રચેલી સમિતિએ દવાઓની ખરીદવાની કામગીરી શરૂ કરી છે. જેમાં 5 લાખ રેમડેસીવીર ઈન્જેક્શન, 10 હજાર એમ્ફોટેરીસીન ઈન્જેક્શન, 4.85 લાખ મોલનુપિરાવીર કેપ્સ્યુલ, 75 હજાર ફેવીપીરાવીર ટેબ્લેટની ખરીદીનો ઓર્ડર આપ્યો છે.

Next Story
Share it