5 રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં આવી શકે છે મોટા બદલાવ, આજે સાંજે મળનારી મહત્વની બેઠકમાં લેવાય શકે છે નિર્ણય

New Update

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારના ત્રણ દિવસ બાદ આજે સાંજે 4 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સપ્ટેમ્બરમાં કોંગ્રેસમાં આંતરિક ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ગુરુવારે આવેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ પાંચમાંથી એક પણ જીતી શકી ન હતી. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી, તેણે પણ સત્તા ગુમાવી અને સીએમ ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ ચૂંટણી હારી ગયા. કોંગ્રેસને ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પુનરાગમનની આશા હતી, પરંતુ આ આશાઓ ઠગારી નીવડી.પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચારની કમાન પોતાના ખભા પર લીધી હતી, પરંતુ અહીં પાર્ટીને 2017થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં કોંગ્રેસને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. છેલ્લી વખત કરતાં ત્રણ બેઠકો ઓછી છે.

Advertisment

રાહુલ ગાંધીએ પણ અહીં પ્રચાર કર્યો હતો. આટલા મોટા રાજ્યમાં કોંગ્રેસને 2.4 ટકા વોટ મળ્યા છે.G-23 નેતાઓને બળ મળ્યું- પાર્ટીની આટલી મોટી હાર બાદ ગ્રુપ 23ના નેતાઓને તક મળી છે. ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં જૂથ 23ના નેતાઓ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અને આંતરિક ચૂંટણીની માંગ કરી રહ્યા છે. આ નેતાઓએ મુખ્ય કોંગ્રેસથી અલગ વલણ અપનાવવાનું શરૂ કર્યું છે અને બે વર્ષ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને નેતૃત્વ માટે ચૂંટણી યોજવા જણાવ્યું છે. જોકે, G23ના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોઈ સુધારો થવાનો નથી. અહીં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, જૂથ 23ના સભ્ય શશિ થરૂરે ગુરુવારે ટ્વીટ કર્યું છે કે હવે પાર્ટી પરિવર્તનથી બચી શકશે નહીં. કોંગ્રેસના અન્ય નેતા જયવીર શેરગીલે પક્ષમાં સુધારાની માગણી કરતાં વધુ નુકસાન ટાળવા માટે પારદર્શિતાની અપીલ કરી છે.

Advertisment