Connect Gujarat
દેશ

દેશમાં આતંકી નેટવર્કનો સફાયો કરવા અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આપી ખુલ્લી છૂટ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને ખુલ્લી છૂટ આપતા કહ્યું કે, 'આતંકી ફંડિંગ પૂરા નેટવર્કનો સફાયો કરી નાખો.

દેશમાં આતંકી નેટવર્કનો સફાયો કરવા અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આપી ખુલ્લી છૂટ...
X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને ખુલ્લી છૂટ આપતા કહ્યું કે, 'આતંકી ફંડિંગ પૂરા નેટવર્કનો સફાયો કરી નાખો. તેની તમામ ખાનગી એજન્સીઓ પાસે યાદી પણ છે. આતંકવાદ માટે ફંડ એકત્ર કરનારા કાશ્મીરી વેપારીઓ, અલગાવવાદીઓ, પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠનો પર હવે કડક શકંજો કસવામાં આવશે.

આતંકીઓ માટે ફંડ એકત્ર કરવું હવે સરળ નહીં રહે. 2 દિવસની મુલાકાત પર જમ્મુ-કશ્મીર આવેલા ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આવા લોકો પર કાર્યવાહી કરવા માટેની પૂરી છૂટ આપી દીધી છે. અમિત શાહે આતંકી ફંડિંગના તમામ નેટવર્કનો ખાતમો બોલવાનું કહી દીધું છે. ગત વર્ષે 3 કરોડ રૂપિયાનું ભારતીય ચલણ ઝડપાયું હતું. સૂત્રોનું કહેવું છે કે, ઘણા લોકો હજુ પણ જેલમાં કેદ અલગતાવાદી નેતા મસરત આલમ, યાસીન મલિક, શબ્બીર શાહ, બિટ્ટા કરાટે જેવા લોકોના સંપર્કમાં છે. જેઓ દેશ-વિદેશમાં બેસીને તેમના ઈશારે ફંડ એકત્ર કરી રહ્યાં છે. NIA અને તમામ ગુપ્તચર એજન્સી પાસે કેટલાક લોકોના નામની યાદી પણ છે કે, જેઓ સીધા રડાર પર છે. તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે.

આ સિવાય રાજોરી, પુંછ, કુપવાડા અને પંજાબના કેટલાંક લોકો આતંકીઓ માટે ફંડ એકઠું કરી રહ્યાં છે. કેટલાક લોકો પંજાબની જેલમાં પણ બંધ છે કે, જેઓ આતંકવાદીઓ માટે ભંડોળ એકત્ર કરી રહ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આ અંગે અમિત શાહને જાણ કરી છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદી ફંડિંગ માટે જ્યાં પણ ગમે તે કામ થઈ રહ્યું છે, તેના સમગ્ર નેટવર્કને નષ્ટ કરી દો. એ માટે તેમની પાસે સંપૂર્ણ છૂટ છે. શક્ય છે કે, આગામી દિવસોમાં NIA, SIA અને પોલીસ તરફથી આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ડ્રગ્સ દ્વારા આતંકવાદીઓને ફંડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ કેટલાક ભૂતપૂર્વ આતંકવાદીઓ પર નજર પણ રાખી રહી છે.

Next Story