Connect Gujarat
દેશ

નરેન્દ્ર મોદીના સુશાસનના 20 વર્ષ પૂર્ણ થવા પર અમિત શાહની "મન કી બાત",વાંચો પી.એમ.અંગે શું કહ્યું

નરેન્દ્ર મોદીના સુશાસનના 20 વર્ષ પૂર્ણ થવા પર અમિત શાહની મન કી બાત,વાંચો પી.એમ.અંગે શું કહ્યું
X

ગરવા ગુજરાતનો હુંકાર, ઉદ્દંડ પાડોશીને દંડ અને ન્યૂ ઈન્ડિયાનો મંત્ર આપનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 20 વર્ષ પૂર્ણ થયાં છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના પ્રધાનમંત્રી સુધીની તેમની સફર સૌકોઈ માટે યાદગાર રહી. હજૂ પણ ન્યૂ ઈન્ડિયાને મહાસત્તા બનાવવાનું સ્વપ્ન ધરાવે છે. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના જનસેવામાં 20 વર્ષ પૂર્ણ થવા પર નિવેદન આપ્યું હતું.સંસદ ટીવી પર અમિત શાહે કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતથી નરેન્દ્ર મોદીએ એક નવો પ્રયોગ શરૂ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા યોજનાને પૂર્ણ કરવાનું કામ કર્યું હતું. વન બંધુ કલ્યાણ યોજનાથી ટ્રાયબલ એરિયાનો વિકાસ કર્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી પ્રાયમરીમાં ગુણોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો.

સૌની યોજનાથી ટેન્કર રાજ ખતમ કર્યું. અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સીએમ બન્યા તે પહેલા ગુજરાતમાં ભાજપની સ્થિતિ સારી ન હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન સોંપાઇ ત્યારે ભાજપ ચૂંટણીઓ હારી રહી હતી. ગુજરાતમાં ભાજપને મજબૂત કરવી એ પ્રથમ પડકાર હતો. ગુજરાતના સીએમ બનતા પહેલા નરેન્દ્ર મોદીને સરપંચનો પણ અનુભવ ન હતો. નરેન્દ્ર મોદીએ સંગઠનના માધ્યમથી જનમાનસમાં વિશ્વસનિયતા મેળવી. અમિત શાહે કહ્યું કે, ત્રીજો પડકાર નરેન્દ્ર મોદી સામે ભારતના PM બન્યા બાદ આવ્યો.PM બન્યા એ સમયે નરેન્દ્ર મોદી સામે અનેક પડકારો હતા. ક્યારેય કોઇ કલ્પના ન કરી શકે કે ભારત એર સ્ટ્રાઇક કરશે, પણ ભારતે કરી બતાવ્યું છે. કોઇ કલ્પના ન કરી શકે કે PM 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત કરે. મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમને સફળ બનાવી. વધુમાં શાહે કહ્યું કે, મેં મોદીજી જેવા શ્રોતા જોયા જ નથી, તેઓ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેઓ બધાની સલાહો સાંભળે છે અને તે બાદ જ ધૈર્યપૂર્વક નિર્ણય લે છે. તમામ પ્લસ અને માઇનસ સાંભળીને પીએમ નિર્ણય કરે છે. કોઇ સમસ્યા માટે બેઠક હોય ત્યારે પીએમ સૌથી ઓછું બોલે છે, સાંભળે છે વધુ. એ વાત ખોટી છે કે PM જાતે નિર્ણય કરે છે, કોઇનું સાંભળતા નથી. પીએમ નાનામાં નાના વ્યક્તિના સૂચનને પણ મહત્વ આપે છે.

Next Story