Connect Gujarat
દેશ

એન્ટિલિયા કેસ: લાંબી પૂછપરછ બાદ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની NAIએ કરી ધરપકડ

એન્ટિલિયા કેસ: લાંબી પૂછપરછ બાદ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની NAIએ કરી ધરપકડ
X

Antiliya case: Former encounter specialist Pradeep Sharma arrested by NAI after lengthy interrogation

એન્ટિલિયા કેસમાં લાંબી પુછપરછ કર્યા બાદ તપાસ એજન્સી એનઆઈએએ પૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાત પ્રદીપ શર્માની ધરપકડ કરી છે. અગાઉ તપાસ એજન્સી તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી રહી હતી. એનઆઈએની ટીમ સવારે 6.30 વાગ્યે સીઆરપીએફ જવાનો સાથે પ્રદીપ શર્માના ઘરે પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદીપ શર્મા લાંબા સમયથી એનઆઈએના રડાર પર હતો. પરંતુ આ કિસ્સામાં એનઆઈએને પ્રદીપ શર્મા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા શોધી શક્યા ન હતા. પ્રદીપ શર્માનો ઘર મુંબઇના અંધેરીમાં જેપી નગર વિસ્તારના ભગવાન ભવન બિલ્ડિંગમાં છે. પ્રદીપ શર્મા શિવસેનાની ટિકિટ પર પણ ચૂંટણી લડી ચૂક્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએએ તાજેતરમાં પકડાયેલા બે આરોપી સંતોષ આત્મારામ શેલાર અને આનંદ પાંડુરંગ જાધવ પાસેથી મળેલી માહિતીના આધારે પ્રદીપ શર્માની પૂછપરછ કરી રહી છે. એએનઆઈએ 11મી જૂને બંને આરોપીની ધરપકડ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આરોપીઓએ મનસુખ હત્યા કેસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ બંને આરોપી મુંબઈના કુરાર ગામ મલાડ (પૂર્વ)ના રહેવાસી છે. એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંતોષ શેલાર ભૂતપૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાત પ્રદીપ શર્માની નજીક હોવાનું કહેવાય છે. એનઆઈએએ હવે આ એંગલથી તપાસ શરૂ કરી છે કે શર્માને આ હત્યાની જાણકારી હતી કે નહીં.એન્ટિલિયા કેસ: લાંબી પૂછપરછ બાદ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની NAIએ કરી ધરપકડ

Next Story