Connect Gujarat
દેશ

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી કેબીનેટ બદલી નાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 17મી સપ્ટેમ્બરના રોજ 71મો જન્મદિવસ છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી કેબીનેટ બદલી નાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ
X

તાજેતરમાં ગુજરાતના આખે આખા કેબીનેટને બદલીને વિરોધપક્ષોને ચારેખાને ચિત્ત કરી દેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 17મી સપ્ટેમ્બરના રોજ 71મો જન્મદિવસ છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ વડનગર ખાતે મોઢ ઘાંચી પરિવારમાં થયો હતો. તેઓ દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબા મોદીના 6 સંતાન પૈકી ત્રીજા સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તાત્કાલિન વડાપ્રધાન સ્વ. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓએ સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. વર્ષ 1998માં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી.

ઇ.સ. 2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012 ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. યુવાનવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને પછી તેમને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.તેઓ 1987માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર વરણી કરવામાં આવી હતી. પ્રારંભિક ગાળામાં મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા. 2014થી તેઓ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત છે. તેઓ વર્ષોથી વિરોધીઓને હંફાવતા આવ્યાં છે. તાજેતરમાં તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખેઆખી કેબીનેટ બદલી નાખી પોતાની કોઠાસુઝનો પરિચય કરાવ્યો છે.

Next Story
Share it