BREAKING NEWS: ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાંથી થયા "આઝાદ" ! સોનિયા ગાંધીને મોકલ્યુ 5 પેજનું રાજીનામુ

સીનિયર નેતા ગુલામનબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામનબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે.

New Update

સીનિયર નેતા ગુલામનબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામનબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે, ગુલામનબી આઝાદ ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલ્યું છે.કોંગ્રેસે દસ દિવસ પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપ્યું છે. જોકે ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુલામ નબી આઝાદની નારાજગી એ બાબતે છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે, એને પગલે તેમણે નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો છે.