બ્રિટિશના PM ઋષિ સુનક પત્ની અક્ષતા સાથે અક્ષરધામ પહોંચ્યા.!

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રવિવારે વહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા.

New Update

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રવિવારે વહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. સુનક તેની પત્ની અક્ષતા મૂર્તિ સાથે 7.30 વાગ્યા સુધી મંદિરમાં રહ્યા હતા. સુનકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ખૂણે-ખૂણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

Advertisment

લક્ષ્મીનગર ચુંગીથી ITO તરફ જતા વિકાસ માર્ગને બેરીકેટ લગાવીને બંધ કરી દેવામાં આવ્યા હતા.અક્ષરધામની આસપાસ મોટી સંખ્યામાં સેના અને પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. પોલીસકર્મીઓએ મંદિરની બહાર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોડી રાતથી વરસાદ ચાલુ છે. આવી સ્થિતિમાં પ્રશાસનને સુરક્ષાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

Advertisment