Connect Gujarat
બિઝનેસ

દુનિયામાં અમીરોની યાદીમાં 143માં બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું નિધન

દુનિયામાં અમીરોની યાદીમાં 143માં બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું નિધન
X

શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ તેની જાણકારી આપી છે. કંપનીના તમામ મોટી સિદ્ધિઓમાં મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગનું નિર્માણ પણ કર્યું પણ સામેલ છે.

શાપૂરજી પાલોનજી ગ્રુપની હાજરી એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઇનાન્સ સર્વિસના સેક્ટરમાં છે. અલગ-અલગ કંપનીમાં આ સમૂહ માટે 50 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. ભારત સિવાય એશિયાના અન્ય દેશો અને આફ્રિકા સુધી શાપૂરજી પાલોનજી ગ્રુપ નો કારોબાર ફેલાયેલો છે.

ફોર્બ્સના તાજા અપડેટ અનુસાર દુનિયામાં તે અમીરોની યાદીમાં 143 માં નંબર પર છે. પાલોનજી પરિવારની પાસે ટાટા સન્સના 18.4 ટકા ભાગીદારી છે. શાપૂરજી પાલોનજી ગ્રુપની સ્થાપના 1865માં થઈ હતી. પાછલા વર્ષે શાપૂરજી પાલોનજી ગ્રુપે પોતાના કંઝ્યૂમર ડ્યુરેબલ બિઝનેસને અમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી ફંડ એન્ડ એડવેન્ટ ઇન્ટરનેશનલ ને વેચી દીધી હતી.ઉદ્યોગ ક્ષેત્રમાં તેમના યોગદાનને જોતા વર્ષ 2016માં તેમને ભારતના ત્રીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પાલોનજી મિસ્ત્રીનો જન્મ ગુજરાતના એક પારસી પરિવાર મુંબઈમાં થયો હતો.

Next Story