Connect Gujarat
દેશ

તામિલનાડુમાં સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ : રશિયન બનાવટનું હેલિકોપ્ટર છે MI 17V 5

તામિલનાડુના કન્નુર પાસે નિલગીરીની પહાડીઓમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર દુઘર્ટનાગ્રસ્ત થયું છે.

તામિલનાડુમાં સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ :  રશિયન બનાવટનું હેલિકોપ્ટર છે MI 17V 5
X

તામિલનાડુના કન્નુર પાસે નિલગીરીની પહાડીઓમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર દુઘર્ટનાગ્રસ્ત થયું છે. જેમાં દેશના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતાં. અંતિમ માહિતિ મુજબ આ દુઘર્ટનામાં બિપિન રાવત લગભગ 80 ટકા જેટલાં દાઝી ગયાં છે. હવે જોઇશું MI 17V5 હેલિકોપ્ટર....

Mi-17V5 એ Mi-8 હેલિકોપ્ટરનું રશિયન-નિર્મિત લશ્કરી પરિવહન સંસ્કરણ છે. જેનો ઉપયોગ સૈનિકોની તૈનાતગી, શસ્ત્ર પરિવહન, ફાયર સપોર્ટ, પેટ્રોલિંગ અને શોધ અને બચાવ મિશન માટે થાય છે. તેને વિશ્વના સૌથી અદ્યતન લશ્કરી પરિવહન હેલિકોપ્ટરમાંથી એક ગણવામાં આવે છે. રશિયાના Rosoboron export (રોસોબોર્ન એકસપોર્ટ) એ 80 Mi-17V5 હેલિકોપ્ટરની ડિલિવરી માટે 2008માં ભારત સરકાર સાથે કરાર કર્યો હતો. જે 2013માં પૂરો થયો હતો. ભારતીય વાયુસેના માટે 71 Mi-17V5 હેલિકોપ્ટરની ડિલિવરી માટે નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. Mi-17V5 મિડિયમ-લિફ્ટર કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, ઉષ્ણ કટિબંધીય અને દરિયાઈ આબોહવામાં અને રણની સ્થિતિમાં પણ ઉડી શકે છે. આ હેલિકોપ્ટર બે એન્જીન ધરાવે છે જેથી એક એન્જીનમાં ખરાબી આવે તો બીજા એન્જીનની મદદથી તેને લેન્ડીંગ કરાવી શકાય. ભારતીય વાયુસેનાનું આધુનિક હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તેની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

Next Story