Connect Gujarat
દેશ

કોરોનાને લઈ રાહતના સમાચાર, સતત બીજા દિવસે 25 હજાર કેસ

354નાં મોત, અત્યાર સુધી 58 કરોડથી વહુ લોકોને વેક્સિન અપાય.

કોરોનાને લઈ રાહતના સમાચાર, સતત બીજા દિવસે 25 હજાર કેસ
X

ભારતમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓનો આંકડો 25 હજારની આસપાસ નોંધાયો છે. બીજી તરફ, 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ 400થી નીચે નોંધાઈ છે, જેના કારણે તંત્રે થોડો રાહતનો શ્વાસ લીધો છે.

આ ઉપરાંત દેશમાં કોરોના રસીકરણ અભિયાન પણ વેગવંતુ બન્યું છે. અત્યાર સુધી 58 કરોડ 89 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,467 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 354 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,24,74,773 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 58,89,97,805 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 63,85,298 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 17 લાખ 20 હજાર 112 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,486 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,19,551 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,35,110 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 50,93,91,792 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 16,47,526 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Next Story