Connect Gujarat
દેશ

પટનામાં તા. 3 અને 4 સપ્ટેમ્બરે JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા !

જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આવતા મહિને 3 સપ્ટેમ્બરે જેડીયુના રાજ્ય કાર્યાલય સ્થિત કર્પુરી ઓડિટોરિયમમાં યોજાશે.

પટનામાં તા. 3 અને 4 સપ્ટેમ્બરે JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા !
X

જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક તા. 3 અને 4 સપ્ટેમ્બરે યોજાશે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક પહેલા 3 સપ્ટેમ્બરે રાજ્ય કારોબારીની બેઠક યોજાશે. ત્રણેય બેઠકમાં મુખ્યમંત્રી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજરી આપશે.

જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આવતા મહિને 3 સપ્ટેમ્બરે જેડીયુના રાજ્ય કાર્યાલય સ્થિત કર્પુરી ઓડિટોરિયમમાં યોજાશે. તે જ સમયે, 4 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પરિષદની બેઠક પટનામાં જ યોજાશે. 3 સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા એ જ દિવસે સવારે 11 વાગ્યે JDUનું રાજ્ય કારોબારી બેઠક યોજાશે. રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકનું મહત્વ એટલા માટે ખાસ છે. કારણ કે, એનડીએ ગઠબંધનથી અલગ થયા બાદ જેડીયુની આ પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણી છે.

પાર્ટીની ત્રણેય બેઠકોમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ હાજર રહેશે, જ્યારે જેડી(યુ)ના રાષ્ટ્રીય મહાસચિવ અફાક અહેમદ સાથે રાષ્ટ્રીય કાર્યકારિણીના એજન્ડા વિશે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, એજન્ડા નક્કી કરવામાં આવી રહ્યો છે. આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સોથી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં જેડીયુના તમામ સાંસદો અને વિવિધ રાજ્યોના જેડીયુના પ્રદેશ પ્રમુખ સામેલ છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બપોરે 2 વાગ્યાથી મળવાની છે. તે જ સમયે, 3 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી JDUની બિહાર એકમની રાજ્ય કાર્યકારિણીની બેઠક JDUના રાજ્ય કાર્યાલય સ્થિત કર્પુરી સભાગૃહમાં યોજાશે.

જેડીયુની રાષ્ટ્રીય પરિષદની બેઠક 4 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં લગભગ અઢીસો પ્રતિનિધિઓ હાજરી આપશે. આ બેઠકમાં પાર્ટીના જિલ્લા પ્રમુખો પણ હાજર રહેશે. પ્રદેશ કારોબારીની બેઠકમાં રાજ્યના તમામ સેલના પ્રદેશ પ્રમુખ, ધારાસભ્યો અને MLC હાજર રહેશે. તે જણાવવામાં આવશે કે, કયા સંજોગોમાં જેડીયુએ એનડીએથી અલગ થવાનો નિર્ણય લેવો પડ્યો. આ ઉપરાંત દેશની વર્તમાન પરિસ્થિતિ અને પડકારો પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુમાં રહીને પૂર્વ કેન્દ્રીય મંત્રી બીજેપીના એજન્ટ તરીકે કેવી રીતે કામ કરતા હતા તે પણ જણાવવામાં આવશે. પાર્ટીની સદસ્યતા અભિયાન અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

Next Story