Connect Gujarat
દેશ

ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી, મુંબઈ શહેરમાં નોધાયો પ્રથમ કેસ

ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં સૌપ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે.

ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી, મુંબઈ શહેરમાં નોધાયો પ્રથમ કેસ
X

ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં સૌપ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. અહેવાલો અનુસાર XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.1 અને BA.2 નો સંકર પ્રકાર હોવાનું કહેવાય છે.XE વેરિઅન્ટ તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં શોધી કાઢવામાં આવ્યો હતો.

BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગ માટે કેટલાક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ 376 કોરોના સંક્રમિતોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી, આમાંથી 230 નમૂનાઓનું પરિણામ બહાર આવ્યું. તેમાંથી 228 કેસ ઓમિક્રોન વેરિઅન્ટના હતા. આ સાથે જ કપ્પા વેરિઅન્ટ અને "XE" વેરિઅન્ટનો એક-એક કેસ નોંધાયો છે.

આ તમામ દર્દીઓમાંથી 21 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 12 લોકો એવા હતા જેમણે કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો ન હતો, જ્યારે 9 લોકો એવા હતા જેમણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે, રાહતની વાત એ છે કે તેમાંથી કોઈને પણ ઓક્સિજન સપોર્ટ કે આઈસીયુમાં રાખવામાં આવ્યા નથી.

Next Story