Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારની તિજોરી GSTની આવકથી છલકાઈ પણ કરદાતાઓને ટેક્સમાં કોઈ રાહત નહિ

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના સામાન્ય બજેટને લોકસભામાં રજુ કર્યું હતું.

કેન્દ્ર સરકારની તિજોરી GSTની આવકથી છલકાઈ પણ કરદાતાઓને ટેક્સમાં કોઈ રાહત નહિ
X

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના સામાન્ય બજેટને લોકસભામાં રજુ કર્યું હતું. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ટેકસમાં રાહત મળવાની મધ્યમવર્ગની આશા ઠગારી નીવડી છે. કેન્દ્ર સરકારની તિજોરી GSTની આવકથી છલકાઈ પણ કરદાતાઓને ટેક્સમાં કોઈ રાહત નહિ અપાતાં લોકો નિરાશ થયા છે.

બજેટની મહત્વની વાતો પર નજર કરવામાં આવે તો

મૂડી રોકાણ મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખતા સોવરેન ગ્રીન બોન્ડ્સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટ્સમાં લગાવાશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હશે. સેમી કંડક્ટર નિર્માણ માટે ઈન્ડસ્ટ્રી ડેવલોપ કરાશે, જેનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે.ચેઈન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ વર્ષે RBI ડિજિટલ કરન્સી જાહેર કરશે. તેનાથી ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર 30%નો ટેક્સ લગાવામાં આવશે.

મૂડી રોકાણ મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ એટલે કે AVGC સેક્ટરમાં રોજગારની વધુ શક્યતાઓ છે. તેવામાં AVGC પ્રમોશન ટાસ્ક ફોર્સ અને તેના સાથે જોડાયેલ દરેક સ્ટોક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવશે. MSME (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીસ)ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરુ થશે. 5 વર્ષમાં 6000 કરોડ રુપિયા આપવમાં આવશે. ઉદયમ, ઈ-શ્રમ, NCS અને અસીમ પોર્ટલ સાથે જોડવામાં આવશે. તેનાથી તેમની સંભાવનાઓ વધશે. મહામારી દરમિયાન સ્કુલ બંધ રહેવાથી ગામના બાળકોને બે વર્ષ શિક્ષણથી વંચિત રહેવું પડ્યું. પીએમ ઈ-વિદ્યા અંતર્ગત એવા બાળકો માટે એક ક્લાસ-એક ટીવી ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે ચેનલ 12થી વધારીને 200 કરવામાં આવશે. PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત એક્સપ્રેસ બનશે. નેશનલ હાઈવે નેટવર્ક 25 હજાર કિલોમીટર સુધી વધારાશે. આ મિશન માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

અમારો પ્રયત્ન 60 લાખ નવા રોજગારનું સર્જન કરવા પર રહેલીછે. આની સાથે જ અમે ગરીબો માટે 80 લાખ ઘર બનાવીશું. ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરાશે. કિસાન ડ્રોનનો ઉપયોગ કરાશે. તેનાથી પાક મુલ્યાંકન, જમીન માપણી, દવાનો છંટકાવ કરવામાં આવશે.400 નવી જનરેશનની વંદેભારત ટ્રેનો આગામી 3 વર્ષ દરમિયાન દોડતી થઈ જશે. આ દરમિયાન 100 પ્રાઈમ ડાયનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.

Next Story