અતીક-અશરફની હત્યાની તપાસ માટે SITની રચના

New Update

પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફને રવિવારે રાત્રે 8.30 વાગ્યે કસારી-મસારી ખાતેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. બંનેના જનાજામાં માત્ર 100 લોકો જ સામેલ થયા હતા. અતીકને પુત્ર અસદથી માત્ર 5 ડગલાં દૂર દફનાવવામાં આવ્યો હતો. અતીકના જનાજામાં તેના બંને સગીર પુત્રો પણ આવ્યા હતા, જેઓ બાળ સુધાર ગૃહમાં બંધ છે. તેની બંને દીકરીઓ પણ હાજર રહી હતી.યુપીના પ્રયાગરાજના કમિશનર રમિત શર્માએ અતીક અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરી છે. જેમાં એડીસીપી ક્રાઈમ, એસીપી અને પ્રયાગરાજના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.બીજી તરફ પ્રયાગરાજ પોલીસ અતીક-અશરફના ત્રણેય હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરશે. પોલીસ તેમના રિમાન્ડની માંગ કરી શકે છે. દરમિયાન, અતીક-અશરફનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી રહ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે અતીકને 9 અને અશરફને 5 ગોળી વાગી હતી. માથા-છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. પોસ્ટમોર્ટમ 3 કલાક સુધી ચાલ્યું હતું.

Advertisment