Connect Gujarat
દેશ

તમારું કામ ફટાફટ પતાવજો,આવતા મહીને 12 દિવસ સુધી બેંકો રહેશે બંધ

ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય લોકો માટે મે મહિનાની બેંક રજાઓની યાદી બહાર પાડી.

તમારું કામ ફટાફટ પતાવજો,આવતા મહીને 12 દિવસ સુધી બેંકો રહેશે બંધ
X

જો તમે મે મહિનામાં બેંક જવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે મે મહિનામાં બેંકની રજાઓનું લિસ્ટ જોવું જોઈએ. અન્યથા તમારે બેંકમાંથી ખાલી હાથ પાછા ફરવું પડી શકે છે. નાણાકીય વર્ષ 2023-24નો પહેલો મહિનો પૂરો થતાંની સાથે જ ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય લોકો માટે મે મહિનાની બેંક રજાઓની યાદી બહાર પાડી. જેથી બેંકના ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના થાય. બેંકો સામાન્ય લોકોના જીવનમાં અભિન્ન ભૂમિકા ભજવે છે, નાણાંની લેવડદેવડની સુવિધા આપે છે, ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રાપ્ત કરવો અને ચેક જમા કરાવો વગેરે. રજાના દિવસે બેંકો બંધ હોય છે ત્યારે ઘણા ગ્રાહકોને અગત્યના કામ બાકી હોય છે જે પૂર્ણ થઈ શકતા નથી. આમ લોકોને તેમની બેંકિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મદદ કરવા માટે બેંક રજાઓની યાદી આપવામાં આવી રહી છે.

7 મે, 2023ના રોજ રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

9 મે, 2023 ના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે, જેના પર કોલકાતામાં બેંક બંધ રહેશે.

13 મે, 2023 ના રોજ બીજા શનિવારના કારણે, દેશભરની બેંકો બંધ રહેશે.

14 મે, 2023 ના રોજ રવિવારના કારણે બેંકો માટે જાહેર રજા રહેશે.

16 મે, 2023 ના રોજ સ્થાપના દિવસ નિમિત્તે સિક્કિમમાં બેંક રજા રહેશે.

21 મે, 2023ના રોજ રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.

22 મે 2023ના રોજ મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે શિમલામાં બેંકો બંધ રહેશે.

24 મે, 2023ના રોજ કાઝી નઝરુલ ઇસ્લામ જયંતિના અવસરે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.

27 મે, 2023 એ ચોથો શનિવાર છે જેના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

8 મે, 2023ના રોજ રવિવારના કારણે દેશભરની તમામ બેંકોમાં રજા છે.

Next Story