Connect Gujarat
દેશ

જમ્મુ કશ્મીર: આર્મીની મોટી સફળતા, જૈશના 3 આંતકીને ઠાર કરાયા

જ્યાં સુરક્ષાદળોએ બડગામમાં જોલવા કાલપોરા ચદૂરા વિસ્તારમાં થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.

જમ્મુ કશ્મીર: આર્મીની મોટી સફળતા, જૈશના 3 આંતકીને ઠાર કરાયા
X

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જ્યાં સુરક્ષાદળોએ બડગામમાં જોલવા કાલપોરા ચદૂરા વિસ્તારમાં થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. માર્યા ગયેલા આતંકી જૈશ એ મોહમ્મદના છે. આતંકવાદીઓની પાસે મોટી માત્રામાં ગોળા બારુદ અને અન્ય સામગ્રી મળી છે.

હકિકતમાં સુરક્ષાદળોએ ગુરુવારે બડગામમાં જોલવા ક્રાલપોરા ચદૂરા વિસ્તારમાં આતકંવાદીઓના છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. આ બાદ આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યુ હતુ. આ બાદ અથડામણ શરુ થઈ હતી. આ અથડામણ ગુરુવારથી ચાલી રહી હતી. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરીને 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 7 દિવસમાં આ 5મી અથડામણ છે. આની પહેલા બુધવારે પુલવામામાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. વર્ષ 2022ની શરુઆતના 7 દિવસમાં આતંકીઓ સાથેની આ પાંચમી અથડામણ છે. હાલમાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેના 9 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં જૈશ-એ - મોહમ્મદના સભ્યો પણ હતા. સેનાના આંકડા મુજબ ગત વર્ષ 171 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ લિસ્ટમાં 19 આતંકવાદી તો પાકિસ્તાનના હતા તો 151 સ્થાનીય હોવાનું સામે આવ્યું છે. હવે આ વર્ષે પણ મોટી કાર્યવાહી કરવાની તૈયારી છે. ગત દિવસોમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં સૌથી વધારે જૈશેના આતંકીઓ શિકાર થયા છે

Next Story