Connect Gujarat
દેશ

જમ્મૂ કાશ્મીર કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 7 દિગ્ગજ નેતાઓએ આપ્યા રાજીનામા

જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસ પાર્ટીના સાત દિગ્ગજ નેતાઓએ એક સાથે પોતાના રાજીનામાં સોનિયા ગાંધીને મોકલી આપ્યા છે

જમ્મૂ કાશ્મીર કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 7 દિગ્ગજ નેતાઓએ આપ્યા રાજીનામા
X

જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસ પાર્ટી ફરીવાર જોરદાર ઝટકો લાગ્યો છે, પાર્ટીના સાત દિગ્ગજ નેતાઓએ એક સાથે પોતાના રાજીનામાં સોનિયા ગાંધીને મોકલી આપ્યા છે અને આ બધા જ નેતાઓ ગુલામ નબી આઝાદ ટીમનાં માનવામાં આવે છે અને નેતૃત્વ પરિવર્તનનાં કારણે આ નેતાઓ નારાજ હોવાનું સામે આવ્યું છે.નારાજ નેતા નો દાવો છે કે પાર્ટીના મુદ્દા પર વાત મૂકવા માટે પણ તેમને અવસર આપવામાં આવ્યો નથી. નોંધનીય છે રાજીનામું આપનારા માં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારાસભ્યો સામેલ છે, કોંગ્રેસ આટલા મોટા ખળભળાટ પહેલા જ ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો સાત નેતાઓએ સોનિયા ગાંધી સાથે સાથે રાહુલ ગાંધી અને પ્રદેશ પ્રભારી રજીની પાટિલને પણ રાજીનામું મોકલાવ્યું છે. જે બાદ પાર્ટીમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. રાજીનામું આપનારા આરોપ લગાવ્યો કે પ્રદેશ નેતાઓ દ્વારા દુશ્મન જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રાજીનામું આપનારા કાશ્મીરનાં નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પ્રદેશ અધ્યક્ષ જીએ મીરનાં કારણે જ કાશ્મીરમાં પાર્ટીની આજે આવી હાલત થઈ ગઈ છે, તેમના કારણે કોંગ્રેસના 200 નેતાઓ પલાયન કરીને જતાં રહ્યા છે રાજીનામું આપનાર નેતાએ કહ્યું કે હાઇકમાંડ પાસે પણ આ મુદ્દે સમય માંગવામાં આવ્યો હતો પરંતુ કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહીં, છેલ્લા એક વર્ષથી ગાંધી પરિવારના નેતાઓ મળવાનો ટાઈમ પણ આપતા નથી. આટલું જ નહીં ઓગસ્ટ મહિનામાં જ્યારે રાહુલ ગાંધી કાશ્મીર આવ્યા ત્યારે પણ કોઈ સાથે મીટીંગ ન કરી હતી

Next Story