Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર : બડગામમાં સુરક્ષા દળોએ એન્કાઉંટર શરૂ કર્યું, લશ્કર એ તૈયબાનો આતંકી પણ ફસાયો

જમ્મુ કાશ્મીર : બડગામમાં સુરક્ષા દળોએ એન્કાઉંટર શરૂ કર્યું, લશ્કર એ તૈયબાનો આતંકી પણ ફસાયો
X

જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી સાથે એક મોટુ એન્કાઉંટર શરૂ કર્યું છે. આ એન્કાઉંટરમાં 3 ખૂંખાર આતંકવાદીઓ ફસાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એન્કાઉંટરમાં લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકી લતીફ રાઠર પણ ફસાયો છે. કશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, લતીફ રાઠર રાહુલ ભટ્ટ અને આમરીન ભટ્ટની હત્યા સહિત કેટલાય નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતો, ત્યારે હાલ તો એન્કાઉંટર શરૂ થઈ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. જેમાં આતંકીઓને પકડી પકડીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આઈજીપી કશ્મીરના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 મહિના દરમિયાન સુરક્ષા દળના 118 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ આતંકીઓમાં 77 આતંકીઓ પાકિસ્તાન પ્રાયોજીત લશ્કર એ તૈયબાના સભ્યો હતા. 2021માં પણ સુરક્ષા દળોએ 55 આતંકીઓનો સફાયો બોલાવ્યો હતો. બે ત્રણ મહિના પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સરકારી કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને અમુક ટાર્ગેટેટ હત્યાઓને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ સુરક્ષા દળોએ આ ખૂુંખાર આતંકીઓ વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી હતી

Next Story