Connect Gujarat
દેશ

કર્ણાટકના નવા CM તરીકે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા

કર્ણાટકના નવા CM તરીકે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા
X

બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા CM બન્યા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઇને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગઈ સાંજે 7 વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠકમાં રાજીનામું આપનારા મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ બોમ્મઇનું નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા છે.

28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઇ કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતોના પ્રધાન છે. તેમના પિતા એસઆર બોમ્મઇ રાજ્યના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, બસવરાજે જનતા દળથી રાજકારણની શરૂઆત કરી હતી.1998 અને 2004 માં તેઓ બે વાર ધારવાડથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા. એના પછી તેઓ જનતા દળ છોડીને 2008માં ભાજપમાં જોડાયા હતા.

તે જ વર્ષે, તે હાવેરી જિલ્લાના શિગગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એન્જિનિયર હોવાથી અને કૃષિ સાથે સંકળાયેલા હોવાથી, બસવરાજ કર્ણાટકના સિંચાઈ બાબતોમાં નિષ્ણાંત માનવામાં આવે છે. રાજ્યમાં અનેક સિંચાઈ પ્રોજેક્ટ શરૂ કરવા બદલ તેમની પ્રશંસા થઈ છે. તેમને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ભારતના પ્રથમ 100% પાઇપ સિંચાઈ પ્રોજેક્ટને અમલમાં મૂકવાનો શ્રેય પણ તેમને જ આપવામાં આવે છે.

Next Story