Connect Gujarat
દેશ

નાગાલેન્ડ: ફાયરિંગની ઘટનામાં 13 લોકોનાં મોત થતા ગ્રામજનો ઉશ્કેરાયા; પોલીસ વાહનોને આગચંપી

નાગાલેન્ડમાં ફાયરિંગમાં 13 નાગરિકોનાં મોત થયાની ઘટના સામે આવી છે. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે.

નાગાલેન્ડ: ફાયરિંગની ઘટનામાં 13 લોકોનાં મોત થતા ગ્રામજનો ઉશ્કેરાયા; પોલીસ વાહનોને આગચંપી
X

નાગાલેન્ડમાં ફાયરિંગમાં 13 નાગરિકોનાં મોત થયાની ઘટના સામે આવી છે. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે. ફાયરિંગની ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહનોને આગ ચાંપી હતી. ઘટના નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ લોકો ઉગ્રવાદી સંગઠન NSCN સાથે જોડાયેલા હોવાની આશંકાએ સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં આ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી. સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી.

મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ ઘટનાની તપાસ માટે તેમણે SITની પણ રચના કરી છે. સીએમએ ટ્વીટ કરીને મોનના ઓટિંગમાં નાગરિકોની હત્યા પર દુ:ખ વ્યક્ત કરતાં ઘટનાની નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. આ મામલે SIT તપાસ કરશે અને તે કાયદા અનુસાર ન્યાય અપાવશે. હું બધા જ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું.

ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે નાગાલેન્ડની ઓટિંગની દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ દુ:ખી છું. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર દ્વારા ગઠિત એક ઉચ્ચ સ્તરીય SIT આ ધટનાની ઉંડી તપાસ કરશે જેથી ન્યાય મળી શકે.

રિપોર્ટ અનુસાર ઘટના મોન જિલ્લાના ઓટિંગના તિરુ ગામમાં થઈ છે. હુમલામાં માર્યા ગયેલા લોકો એક પિકઅપ મિની ટ્રકથી પરત ફરી રહ્યા હતા. સ્થાનીય લોકોએ જણાવ્યું કે ઘટના કાલે સાજે 4 વાગ્યાની છે. જ્યારે મોડી રાતે પણ લોકો ઘરે પરત ન ફર્યા તો ગામના વોલેન્ટિયર્સ તેમને શોધવા નીકળ્યા. ત્યારે તેમને મૃતદેહો મળી આવ્યા હતા.

Next Story