નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે છ રાજ્યોમાં ISISની ગતિવિધિઓના સંબંધમાં શંકાસ્પદ લોકોના 13 સ્થળોની તપાસ કરી હતી. NIAની આ કાર્યવાહીમાં વાંધાજનક દસ્તાવેજો અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
મધ્ય પ્રદેશમાં ભોપાલ અને રાયસેન જિલ્લાઓ; ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓ, બિહારના અરરિયા જિલ્લો, કર્ણાટકના ભટકલ અને તુમકુર શહેર જિલ્લા, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લાઓ અને ઉત્તર પ્રદેશના દેવબંદ જિલ્લો ISIS પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. NIA દ્વારા 25 જૂન, 2022 ના રોજ IPCની કલમ 153A, અને 153B અને UA (P) એક્ટની કલમ 18, 18B, 38, 39 અને 40 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રવિવારે સવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને UP ATSએ દેવબંદમાં દરોડા પાડીને એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. તેણે જણાવ્યું કે શંકાસ્પદ યુવક મદરેસાના વિદ્યાર્થી છે. તે આઈએસ મોડ્યુલના સંપર્કમાં હતો. લાંબા સમયથી NIAના રડાર પર હતો. NIAની ટીમે આજે સવારે તેને મદરેસામાંથી જ પકડી પાડ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે હજુ સુધી NIAની કાર્યવાહીની પુષ્ટિ કરી નથી. યુપી એટીએસ અને એનઆઈએએ ગુપ્ત માહિતીના આધારે આ શંકાસ્પદ આતંકવાદીને પકડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી સીરિયામાં થયેલા બોમ્બ વિસ્ફોટો સાથે પણ સંબંધિત છે. હાલ એટીએસ તેને પોતાની સાથે લઈ ગઈ છે.