Connect Gujarat
દેશ

ભારતના આ રાજ્યમાં કોઈ વિપક્ષ નહીં હોય, બધા પક્ષોની રચાશે "સર્વદળીય સરકાર"

ભારતના આ રાજ્યમાં કોઈ વિપક્ષ નહીં હોય, બધા પક્ષોની રચાશે સર્વદળીય સરકાર
X

નાગાલેન્ડમાં રાજનૈતિક મુદ્દાઓ પર સમાધાનને લઈને બધી રાજકીય પાર્ટીઓ સર્વદળીય સરકાર બનાવા સહમત થઈ છે. આ બીજી વખત બની રહ્યું છે કે નાગાલેન્ડમાં સર્વદળીય સરકાર બનશે. અગાઉ 2015માં પણ આવી સરકાર બની હતી જ્યારે આઠ વિપક્ષી કોંગ્રેસ ધારાસભ્યોએ તાત્કાલીક નાગા પીપુલ્સ ફંટ પાર્ટી સાથે સરકાર બનાવી હતી.

સંયુક્ત સરકારનો નિર્ણય વર્તમાન પીપુલ્સ ડેમોક્રેટિક અલાયંસના સહોયોગિઓ, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસ પાર્ટી, અને બીજેપી દ્વારા લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાજ્યના સંસદીય કાર્ય મંત્રી નીબા ક્રોનૂએ કહ્યું કે પ્રસ્તાવિત નાગાલેન્ડ સંયુક્ત સરકારમાં પ્રમુખ વિપક્ષી દળ એનપીએફને શામેલ કરવા માટે પણ ચર્ચા થઈ. જેમા બધાએ સંમતિ આપી હતી. નાગાલેન્ડમાં શાંતિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી રિયો અને વિપક્ષના નેતા જેલિયાંગ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં નાગાલેન્ડના વિકાસ પર ચર્ચા કરવામાં આવી. જેમા અમિતશાહે શાંતિ બનાવી રાખવા સાથે મળીને કામ કરવા માટે જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડમાં ઘણા લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે.1997માં સરકારે સૌથી મોટા નાગા વિદ્રોહી સમૂહ નેશનલ સોશલિસ્ચ કાંઉસિલ ઓફ નાગાલિમ સાથે મળીને સીઝફાયર સમજોતા પર હસ્તાક્ષર કર્યા હતા. 2015માં ભારત-નાગા રાજનીતિક સમસ્યાના સમાધાનને લઈને એનએસસીએન-આઈએમ અને કેન્દ્ર વચ્ચે વાતાચીત શરૂ થઈ હતી

Next Story