છત્તીસગઢ કોંગ્રેસના નેતાઓની દિલ્હી મુલાકાત ખતમ થવાનું નામજ નથી લઈ રહી. સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સહદેવ પછી હવે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ દિલ્હી જશે. ઓક્ટોમ્બરના પહેલા સપ્તાહે તેઓ દિલ્હી જઈ શકે છે. જેમાં તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત લઈ શકે છે. જે મુલાકાત બાદ મોટા નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ તેઓ છત્તીસગઢમાં આવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
આ માહિતી કેબિનેટ મંત્રી રવીન્દ્ર ચૌબે દ્વારા આપવામાં આવી છે. અગાઉ 20 સપ્ટેમ્બરના રોજ ટીએ સિંહદેવ દિલ્હી ગયા હતા. જેમા તેમણે એવુ કીધું કે તેઓ તેમની બહેનના જન્મદિવસ નીમિત્તે દિલ્હી જઈ રહ્યા છે. તેઓ કોઈ રાજનૈતિક પ્રવાસે નથી જઈ રહ્યા. પંજાબ કોંગ્રેસમાં તાજેતરમાંજ મોટી ઉથલપાથલ જોવા મળી છે. તેની અસર હવે છત્તીસગઢમાં પણ દેખાઈ રહી છે. બંને રાજ્યોમાં કોંગ્રેસનીજ સરકાર છે.
છત્તીસગઢમાં અઢી અઢી વર્ષના મુખ્યમંત્રીની ચર્ચા હવે વધી ગઈ છે. તેવામાં સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવ અચાનકથી દિલ્હીમાં રવાના થયા હતા. દિલ્હીથી આવ્યા બાદ ટીએસ સિંહદેવે મોટું નિવેદન આપતા કહ્યું કે જીવનમાં સૌથી મોટી વસ્તુ પરિવર્તન છે. સાથેજ તેમણે કહ્યું કે હાઈકમાન્ડ દ્વારા પણ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને સુરક્ષિત નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે હાઈકામન્ડ જોડે તેમણે સમગ્ર મામલે વાત કરી છે. જેમા તેઓ ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.