Connect Gujarat
દેશ

PM મોદીના સત્તાસ્થાને 20 વર્ષ પૂરા: અમિત શાહ "મોદીવાન"નું કરાવશે પ્રસ્થાન,વાંચો શું છે હેતુ

PM મોદીના સત્તાસ્થાને 20 વર્ષ પૂરા: અમિત શાહ મોદીવાનનું કરાવશે પ્રસ્થાન,વાંચો શું છે હેતુ
X

PM મોદીના સત્તાસ્થાને 20 વર્ષ પૂરા થવાના અવસરે મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ''મોદીવાન'' ને લીલી ઝંડી બતાવશે. ભારતીય જનતા પાર્ટીનાં સેવા એ જ સંગઠન કાર્યક્રમ અંતર્ગત આ વાન કૌશાંબી વિકાસ પરિષદ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. આ વાનનું સંચાલન ભાજપનાં રાષ્ટ્રીય સચિવ અને કૌશાંબીથી લોકસભા સાંસદ વિનોદ સોનકર દ્વારા કરવામાં આવશે.

કૌશાંબીની પાંચ વિધાનસભાઓમાં પાંચ વાન ફરશે. સાંસદ વિનોદ સોનકરે આ વાનની ખાસિયત વિષે કહ્યું હતું કે આમાં 32 ઈંચનું ટીવી હશે જે સંપૂર્ણ હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિસથી ચાલશે. આ વાન અનેક જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમ ''મન કી બાત'' નું પ્રસારણ કરશે. સાથે તેમની રેલીઓ અને ભાષણોનું પન પ્રસારણ કરશે. ભાજપનાં નેતાએ કહ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના પ્રત્યે જાગરૂકતા અને વેકસીનેશન માટે પ્રેરણા આપવાનું કામ આ વાન દ્વારા કરવામાં આવશે. આ સિવાય આ વાન જ્યાં જ્યાં જશે ત્યાં ગામડાઓ સ્વચ્છ રાખવા, પાણીનો સંચય કરવા માટે પન લોકોને પ્રેરણા અપશે. આટલું જ નહીં આ વાનના માધ્યમથી કેન્દ્રની જુદી જુદી યોજનાઓ માટે લોકોની નોંધણી એટલે કે રજીસ્ટ્રેશનનું કામ પણ આ વાન કરશે.

Next Story