Connect Gujarat
દેશ

દેશના અનેક રાજ્યોમાં ઘેરાયું વીજ સંકટ, 85 પાવર પ્લાન્ટમાં કોલસો ખલાસ થવાના આરે

ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં જ દેશમાં વીજળીનું સંકટ પણ ઘેરી બની રહ્યું છે. દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પાર કરી ગઈ છે.

દેશના અનેક રાજ્યોમાં ઘેરાયું વીજ સંકટ,  85 પાવર પ્લાન્ટમાં કોલસો ખલાસ થવાના આરે
X

ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં જ દેશમાં વીજળીનું સંકટ પણ ઘેરી બની રહ્યું છે. દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પાર કરી ગઈ છે. ત્યારે હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે, દેશના 85 પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે દેશમાં વીજ સંકટની ભીતિ વર્તાવા લાગી છે.

દેશમાં વીજળીની માંગ એટલી વધી ગઈ છે કે મંગળવારે વીજળીની માંગ નો નવો રેકોર્ડ સર્જાયો હતો. મંગળવારે એક દિવસમાં જ વીજળીની સૌથી વધુ માંગ 201.066 GW નોંધવામાં આવી હતી.દેશમાં વીજળીની માંગ એટલી હદે વધી ગઇ છે કે વીજળીની માંગનો એક નવો જ રેકોર્ડ સર્જાયો છે અને તેણે ગત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગયા વર્ષે 200.539 ગીગાવોટ માંગ નોંધાઈ હતી જ્યારે આ વર્ષે 201.066 ગીગાવોટ માંગ નોંધાઈ છે. હજુ એપ્રિલ મહિનો પૂરો નથી થયો ત્યાં તો આવી સ્થિતિ સર્જાઇ ગઇ છે તો મે અને જૂનમાં આ માંગ વધીને 215-220 GW થઈ શકે છે.દેશભરના 85 પાવર પ્લાન્ટમાં કોલસાનો સમસ્યા સર્જાય છે. જે આવનારા સમયમાં પાવર કટ ના રૂપમાં જોવા મળી શકે છે.

પાવર પ્લાન્ટ ની ફરિયાદ છે કે રેલ રેકની અછતના કારણે કોલસો મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે રેલવે પ્રવક્તા ગૌરવ બંસલ નું કહેવું છે કે, પહેલાં 300 રેક આપવામાં આવતા હતા, હવે કોલસા મંત્રાલયના કહેવા પર 405 રેક આપવામાં આવ્યાં. હવે અમે 415 રેક આપી રહ્યાં છીએ કે જેની પર કોલસા મંત્રાલય સંમત છે. જો કોલસાના રેકને પાંચ દિવસ સુધી ડિટેઇન કરવામાં નહીં આવે અને ત્રણ દિવસ માટે રોકવામાં આવે તો અમે રેકને વધારે વધારી શકીએ છીએ. દેશભરના થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક એક વાર ફરી ચર્ચામાં છે

Next Story